Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ : સદગુરુજી જગ્ગીના 'માટી બચશે તો માનવી બચશે'ના અભિયાનમાં ગુજરાત લીડ રોલ કરશે.સીએમની ઉપસ્થિતિમાં યોજાયો કાર્યક્રમ

‘માટી બચાવો’ના અભિયાન હેઠળ સદગુરુ 100 દિવસની 30 હજાર કિલોમીટરની બાઇક યાત્રા પર નીકળ્યા છે

X

સદગુરુ જગ્ગી વાસુદેવ દ્વારા સ્થપાયેલી ઈશા આઉટરિચ સાથે રાજ્ય સરકારના ક્લાયમેટ ચેન્જ વિભાગ 'માટી બચાવો'ના એમઓયુ કર્યા છે. અમદાવાદની એક હોટેલમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને સદગુરુની હાજરીમાં એમઓયુ થયા હતા.

સદગુરુ જગ્ગી જામનગર રાજવી પરિવારના મહેમાન બન્યા બાદ અમદાવાદ આવી પહોંચ્યા હતા. સદગુરુ જગ્ગીની હાજરીમાં કરાયેલા એમઓયુનો હેતુ ક્ષાર પ્રવેશ નિયંત્રિત કરવા તેમજ વૃક્ષારોપણ, માટીને રણમાં ફેરવવાથી અટકાવવા, ચેરનાં વૃક્ષો આવરણથી ગ્રીન કવર વધારવાનો છે. 'માટી બચાવો'ના અભિયાન હેઠળ સદગુરુ 100 દિવસની 30 હજાર કિલોમીટરની બાઇક યાત્રા પર નીકળ્યા છે. આ એમઓયુના હેતુ માટીને રણમાં ફેરવતી અટકાવવાનો હોવાનું સરકારી સૂત્રોનું કહેવું છે.

સીએમ ભુપેન્દ્ર પટેલ અને વરિષ્ઠ મંત્રીઓ પણ ઉપસ્થિતિમાં આ એમઓયુ કરવામાં આવ્યા હતા. આ તકે સીએમ ભુપેન્દ્ર પટેલે કહ્યું કે સદગુરુજીની બુક 'જો માટી બચશે તો માનવી બચશે'વાંચી. આ અભિયાનમાં ગુજરાત લીડ રોલ કરશે. તો માટી બચાવો અભિયાનના પ્રણેતા સદગુરુજી એ કહ્યું કે ગુજરાત હંમેશા દેશમાં આગળ રહ્યું છે અને મને વિશ્વાશ છે કે આ અભિયાનમાં ગુજરાત મહત્વનો ભાગ ભજવે.

Next Story