અમદાવાદ: ગુજરાતીઓએ માસ્ક ન પહેર્યો અને દોઢ વર્ષમાં રૂ.294 કરોડનો દંડ ચુકવ્યો

અમે ગુજરાતી કદી ના સુધરીએ? કેમ કે કરોડો રૂપિયાનો દંડ ચૂકવીશું પરંતુ માસ્ક નહીં પહેરીએ. ગુજરાતીઓએ દોઢ વર્ષમાં 294 કરોડનો દંડ ભોગવી ચુક્યા છે

અમદાવાદ: ગુજરાતીઓએ માસ્ક ન પહેર્યો અને દોઢ વર્ષમાં રૂ.294 કરોડનો દંડ ચુકવ્યો
New Update

અમે ગુજરાતી કદી ના સુધરીએ? કેમ કે કરોડો રૂપિયાનો દંડ ચૂકવીશું પરંતુ માસ્ક નહીં પહેરીએ. ગુજરાતીઓએ દોઢ વર્ષમાં 294 કરોડનો દંડ ભોગવી ચુક્યા છે પરંતુ હજી પણ ગુજરાતમાં લોકો માસ્ક પહેરવામાં આનાકાની કરતા નજરે પડી રહ્યા છે

ગુજરાતમાં માસ્ક ન પહેરતા લોકો પાસેથી પોલીસે અત્યાર સુધીમાં 294 કરોડ રૂપિયાનો દંડ વસૂલ્યો છે. જૂન 2020 થી 2 ડિસેમ્બર 2021 સુધીમાં 294 કરોડ રૂપિયાનો દંડ ભોગવી ચુક્યા છે. તેમ છતાં ગુજરાતીઓ લહેરી લાલા રહે છે. આટઆટલો દંડ આપ્યા બાદ પણ હજી માસ્ક તો અમે નહિ પહેરીએ એ પ્રણ સાથે આગળ વધી રહ્યા હોય એવુ જ લાગે છે. જે દંડ ચુકવ્યો છે તેમાંથી 13 કરોડ રૂપિયાથી ઓક્સિજન પ્લાન્ટ બનાવવામાં આવ્યા છે. કહેવાય છે કે જાન્યુઆરી મહિનામાં ત્રીજી લહેર આવવાની પુરી શક્યતા છે તેમ છતાં હજી લોકો માસ્ક નથી પહેરતા અને જો પોલીસ કડકાઈ કરે અને દંડ વસુલે તો તેમની સાથે માથાકૂટ કરવામાં આવે છે.

#CGNews #police Checking #Fine For Not Wearing mask #BeyondJustNews #Connect Gujarat #Wearing Mask #Ahmedabad #mask fines
Here are a few more articles:
Read the Next Article