અમદાવાદ: હાર્દિક પટેલે પાટીદાર સમાજનો ઉપયોગ કરી રૂ. 250 કરોડની પ્રોપર્ટી બનાવી હોવાનો પાસનો આક્ષેપ

પાસ સમિતિ દ્વારા એક પત્રકાર પરિષદ બોલાવવામાં આવી હતી અને તેમાં સરકારે હજી સુધી 4 માંગણી સ્વીકારી નથી તેમજ હાર્દિક પટેલે પણ પાટીદાર સમાજનો ઉપયોગ કરીને અઢીસો કરોડ જેટલી પ્રોપર્ટી બનાવી દીધી છે

New Update
અમદાવાદ: હાર્દિક પટેલે પાટીદાર સમાજનો ઉપયોગ કરી રૂ. 250 કરોડની પ્રોપર્ટી બનાવી હોવાનો પાસનો આક્ષેપ

અમદાવાદ ખાતે આજે પાસ સમિતિ દ્વારા એક પત્રકાર પરિષદ બોલાવવામાં આવી હતી અને તેમાં સરકારે હજી સુધી 4 માંગણી સ્વીકારી નથી તેમજ હાર્દિક પટેલે પણ પાટીદાર સમાજનો ઉપયોગ કરીને અઢીસો કરોડ જેટલી પ્રોપર્ટી બનાવી દીધી છે એ સહિતના આક્ષેપ કર્યા હતા

અમદાવાદ 2015માં ઉદભવેલા પાટીદાર આંદોલને સમગ્ર ગુજરાતને હચમચાવી મૂકયું હતું. જેને લઈને અમદાવાદ ખાતે પાટીદાર અનામત આંદોલન 2015થી પડતર માગણીઓ તેમજ આંદોલન દરમિયાન બનાવથી ઉદભવેલી માગણીઓ તેમજ ભવિષ્યના આયોજન અંગે ચર્ચા કરવામાં આવી હતી. પાટીદાર અનામત આંદોલન વખતે મુખ્ય ચહેરો હાર્દિક પટેલ હતો પરંતુ પાટીદાર સમાજનો ઉપયોગ કરીને હાર્દિક પટેલે અઢીસો કરોડ જેટલા રૂપિયાની પ્રોપર્ટી બનાવી દીધી છે આખો પાટીદાર સમાજ હાર્દિક પટેલથી નારાજ છે અને પાટીદાર સમાજ વિરમગામમાં તેનો વિરોધ કરશે હાર્દિક પટેલે સમાજને જણાવ્યા વિના અને પોતાના સ્વાર્થથી ભાજપમાં જોડાયા છે.