Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ : જગન્નાથ રથયાત્રામાં નિજ મંદિરથી દરિયાપુર સુધી સંવેદનશીલ વિસ્તારમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનું ફૂટ પેટ્રોલિંગ

જગન્નાથજીની રથયાત્રાને લઇ આજે મેગા રિહર્સલ, રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી પણ રિહર્સલમાં જોડાયા

X

ભગવાન જગન્નાથજીની રથયાત્રાને લઇ આજે મેગા રિહર્સલ કરવામાં આવ્યું હતું જેમાં 25 હજાર પોલીસ જવાનો અધિકાર સામેલ થયા હતા તો સાથે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી પણ જોડાયા હતા હર્ષ સંઘવીએ નિજ મંદિર થી દરિયાપુર સુધી ચાલ્યા હતા અને રથયાત્રાનો રૂટનું નિરીક્ષણ કર્યું હતું.

ભગવાન જગન્નાથની રથયાત્રાને આજે અમદાવાદ પોલીસ દ્વારા બંદોબસ્તને લઈને મેગા રિહર્સલ કરવામાં આવ્યું હતું. સમગ્ર રથયાત્રા રૂટ પર પોલીસની ટીમ દ્વારા સુરક્ષાની સમીક્ષા કરવામાં આવી. તો ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી પણ રૂટ પર પગપાળા જોડાયા હતા. સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસની ટીમ સાથે ફરીને તેમણે સુરક્ષાની સમીક્ષા કરી હતી. આ દરમિયાન મુસ્લિમ ભાઈઓએ હાર પહેરાવી હર્ષ સંઘવીનું સ્વાગત કર્યુ હતું. તેમજ તેમની પર પુષ્પવર્ષા પણ કરવામાં આવી હતી. હર્ષ સંઘવીએ સરસપુર અને દરિયાપુર ખાતે પણ પોલીસ અધિકારીઓ સાથે સમીક્ષા કરી હતી, તો ગૃહરાજ્યમંત્રી ને પગપાળા જોતા સ્થાનિકોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. રૂટ પર અંદાજિત 6 થી 7 કિમી ચાલ્યા બાદ દરિયાપુર ખાતે હર્ષ સંઘવીએ મીડિયાને જણાવ્યું કે શહેરીજનો કોઈપણ અગવડતા વગર દર્શન કરી શકે તે માટે અમદાવાદ પોલીસે પૂરતી વ્યવસ્થા કરી છે અને હજારો જવાનો તૈનાત કરવામાં આવ્યા છે.

Next Story