અમદાવાદ : કોલ્ડવેવની અસર વચ્ચે આરોગ્યની ચિંતા, રિવરફ્રન્ટ ખાતે અવનવી કસરત કરતાં સ્વાસ્થ્ય પ્રેમીઓ

New Update
અમદાવાદ : કોલ્ડવેવની અસર વચ્ચે આરોગ્યની ચિંતા, રિવરફ્રન્ટ ખાતે અવનવી કસરત કરતાં સ્વાસ્થ્ય પ્રેમીઓ

રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી કોલ્ડવેવ જેવી સ્થિતિ સર્જાય છે. અમદાવાદમાં પણ ઠંડીના પ્રમાણમાં વધારો જોવા મળ્યો છે, ત્યારે શહેરના રિવરફ્રન્ટ ખાતે મોટી સંખ્યામાં લોકો મોર્નીગ વોક, સાયકલિંગ અને કસરત કરવા માટે આવી રહ્યા છે.

સમગ્ર રાજ્યમાં કોલ્ડવેવની સ્થિતિ સર્જાતા હવામાન વિભાગ દ્વારા યલો એલર્ટ આપવામાં આવ્યું છે. જેના કારણે ધુમ્મસભર્યા વાતાવરણ સાથે રાજ્યના અનેક શહેરમાં ઠંડીનું પ્રમાણ વધ્યું છે. અમદાવાદ શહેરમાં દિવસેને દિવસે ઠંડીનો ચમકારો વધી રહ્યો છે, ત્યારે રિવરફ્રન્ટ ખાતે મોટી સંખ્યામાં સ્વસ્થ્ય પ્રેમીઓ મોર્નિંગ વોક, સાયક્લિંગ અને કસરત કરવા માટે આવી રહ્યા છે. કસરત કરવું એ પોતાના આરોગ્ય અને શરીર માટે ખૂબ જરૂરી છે, ત્યારે રિવરફ્રન્ટ ખાતે વહેલી સવારથી જ લોકો કસરત કરવા માટે આવી રહ્યા છે. જોકે, છેલ્લા 15 વર્ષથી એક મોટું ગ્રુપ અહી કસરત કરવા માટે આવી રહ્યું છે. આ ગ્રુપમાં 18થી 35 વર્ષના યુવક-યુવતીઓ અને 65 વર્ષની ઉંમરના વૃદ્ધ-વડીલ સહિતના કસરતકારો કસરત કરી પોતાનું આરોગ્ય જાણવી રાખવા માટેના તમામ પ્રયાસો કરી રહ્યા છે.