અમદાવાદ: કોરોનાની અણધારી આફત વચ્ચે આરોગ્ય વિભાગ સજ્જ, જુઓ કનેક્ટ ગુજરાતનું રિયાલીટી ચેક

દેશ અને રાજ્યમાં કોરોનાના કેસ વધે તો તેની સામે લડવા તમામ તૈયારીઓ કરવામાં આવી છે.કોરોના વેવ સમયે અમદાવાદ એપી સેન્ટર બન્યું હતું

New Update
અમદાવાદ: કોરોનાની અણધારી આફત વચ્ચે આરોગ્ય વિભાગ સજ્જ, જુઓ કનેક્ટ ગુજરાતનું રિયાલીટી ચેક

કોરોનાની અણધારી આફતના કારણે અમદાવાદ શહેરમાં પણ આરોગ્ય વિભાગ સતર્ક બન્યું છે. શહેરની તમામ હોસ્પિટલોમાં કોરોના વોર્ડ ફરી એક વાર ઊભા કરવામાં આવ્યા છે

દેશ અને રાજ્યમાં કોરોનાના કેસ વધે તો તેની સામે લડવા તમામ તૈયારીઓ કરવામાં આવી છે.કોરોના વેવ સમયે અમદાવાદ એપી સેન્ટર બન્યું હતુંતેથી આ વખતે ગમચેતીના પગલા લેવામાં આવી રહ્યા છે પશ્ચિમ અમદાવાદમાં આવેલી સોલા સિવિલ હોસ્પિટલ ખાતે 3 વોર્ડ અલગથી કાર્યરત કરવામાં આવ્યા છે અહી ક્રીટીકલ દર્દીઓ માટે આઇસિયું વોર્ડ ઉભો કરવામાં આવ્યો છે.આ વોર્ડમાં દવા ઇન્જેક્શન સહિત ફાર્મસી ઉપલબ્ધ રાખવામાં આવી છે તો સાથે વેન્ટિલેટર ઑક્સીજન બીપી માપવાના આધુનિક મશીન કાર્યરત કરી દેવામાં આવ્યા છે એટલું જ નહીં પણ સમગ્ર વોર્ડને સેન્ટ્રલ એસીમાં તબદીલ કરવામાં આવ્યો છે.તો હોસ્પિટલમાં આવતા તમામ લોકો માટે માસ્ક ફરજિયાત કરી દેવામાં આવ્યા છે સાથે મેડિકલની ટીમ અને નર્સિંગની ટીમો પણ તૈનાત કરવામાં આવી છે