Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ: ગુજરાતના 33 જિલ્લાઓના 10,000 સ્પેશ્યલ એથલેટ્સનું હેલ્થ સ્ક્રિનિંગ કરાશે, જુઓ શું છે ઉદ્દેશ્ય

ભારત સરકારના કાર્યક્રમ આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત સૌથી મોટા નેશનલ હેલ્થ ફેસ્ટિવલ અંતર્ગત આ અભિયાન હાથ ધરવામાં આવશે

X

ગુજરાતના 33 જીલ્લાના 10,000 સ્પેશ્યલ એથ્લેટ્સનું તબીબી સ્ક્રિનિંગ કરવામાં આવશે. ભારત સરકારના કાર્યક્રમ આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત સૌથી મોટા નેશનલ હેલ્થ ફેસ્ટિવલ અંતર્ગત આ અભિયાન હાથ ધરવામાં આવશે

ભારત સરકારના કાર્યક્રમ આઝાદી કા અમૃત મહોત્સવ વર્લ્ડ હેલ્થ ડે પ્રસંગે સ્પેશિયલ ઓલમ્પિક ભારત દિવ્યાંગજનો માટે સૌથી મોટા નેશનલ હેલ્થ ફેસ્ટિવલનું આયોજન કર્યું છે. આ કાર્યક્રમ હેઠળ ઈન્ટેલેક્ચ્યુઅલ ડિસેબિલિટી ધરાવતા 75,000 એથ્લેટ્સનો 75થી વધુ શહેરોમાં ફ્રી હેલ્થ સ્ક્રીનિંગ કરવામાં આવશે. આ કાર્યક્રમનો ઉદ્દેશ દિવ્યાંગજનોના જીંદગી પાટા પર ચડે અને સમાવેશી દુનિયામાં રમવા માટે પાછા ફરે તેવો છે.ગુજરાત સરકાર દ્વારા સહયોગ પ્રાપ્ત આ સૌથી મોટા રાષ્ટ્રીય કાર્યક્રમમાં 33 જીલ્લાના 10,000 સ્પેશ્યલ એથ્લેટ્સનો તબીબી સ્ક્રિનિંગ કરવામાં આવશે.

આમાંથી 7500થી વધુ એથ્લેટ્સ કર્ણાવતી યુનિવર્સિટી અમદાવાદ સ્ક્રીનીંગમાં સામેલ થશે. દરમ્યાનમાં ગુજરાતના 4 જિલ્લાઓ એથ્લેટ્સનો સ્ક્રીનીંગ મ્યુનિસિપલ કોર્પોરેશન ઈનડોર સ્ટેડિયમ ખાતે હાથ ધરવામાં આવશે. સીએમ ભુપેન્દ્ર પટેલ જણાવ્યું હતૂ કે સામાન્ય માનવી પોતાની તંદુરસ્તી બાબતે જાગૃત હોઈ છે પણ દિવ્યાંગ લોકોમાં તેનો અભાવ હોય છે ત્યારે સ્પેશિયલ ઓલમ્પિક ભારત દ્વારા હેલ્થ કેરની એક આગવી મિશાલ બનશે

Next Story