અમદાવાદ : હિટવેવની આગાહી વચ્ચે ગરમીનો પારો 40 ડીગ્રીને પાર…

અમદાવાદ શહેરમાં રવિવારના રોજ ગરમીનો પારો 40 ડિગ્રીને પાર કરી ગયો છે. તેવામાં શહેરીજનો આકરી ગરમીથી બચવા અવનવી તરકીબો અપનાવી રહ્યા છે.

New Update
અમદાવાદ : હિટવેવની આગાહી વચ્ચે ગરમીનો પારો 40 ડીગ્રીને પાર…

ગુજરાત સહિત 9 રાજ્યોમાં હીટવેવની સંભાવના વચ્ચે સામાન્ય જનજીવન પ્રભાવિત થવા માંડ્યુ છે, ત્યારે અમદાવાદ શહેરમાં રવિવારના રોજ ગરમીનો પારો 40 ડિગ્રીને પાર કરી ગયો છે. તેવામાં શહેરીજનો આકરી ગરમીથી બચવા અવનવી તરકીબો અપનાવી રહ્યા છે.

Advertisment

અમદાવાદ સહિત રાજ્યમાં પશ્ચિમથી ઉત્તર પશ્ચિમના સૂકા અને ગરમ પવનના કારણે હીટવેવની અસર વર્તાઈ રહી છે, ત્યારે રવિવારના રોજ અમદાવાદ શહેરમાં તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર કરી ગયો છે. તા. 4 એપ્રિલ સુધી અમદાવાદ સહિત રાજ્યમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે. જેમાં ગરમીનો પારો 43 ડીગ્રીને વટાવી જવાની શક્યતા છે. હીટવેવની સૌથી વધુ અસર અમદાવાદ સહિત ઉત્તર ગુજરાતના ગાંધીનગર, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા તેમજ સૌરાષ્ટ્રના રાજકોટ, ગીર સોમનાથ, બોટાદ, સુરેન્દ્રનગર, અમરેલી અને કચ્છ જિલ્લામાં વર્તાય એવી શક્યતા છે,

ત્યારે આકરી ગરમીથી બચવા લોકો બને ત્યાં સુધી બપોરના સમયે ઘરની બહાર નિકલવાનું ટાળી રહ્યા છે. તેમ છત્તાં નિકળવું ફરજીયાત હોય તો સુતરાઉ કપડાં, મોઢે ઠંડો રૂમાલ, માથે ટોપી અને ચશ્મા પહેરી ઘરની બહાર નીકળી રહ્યા છે. લોકો પોતાના શરીરમાં પાણીની માત્રા જળવાઇ રહે તે માટે પાણી, છાશ, લચ્છી, લીંબું પાણી, નારીયલ પાણી સહિત ગ્લુકોઝના પાણીનો વધુ ઉપયોગ કરતાં નજરે પડ્યા હતા. જોકે, હજુ બે દિવસ હીટવેવની અસર રહેશે. ત્યારબાદ ગરમીમાં નજીવો ઘટાડો થવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે.

Advertisment