Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ:કુખ્યાત વિજ્જુ બોડી સામે તેની જ માતાએ નોંધાવી પોલીસ ફરિયાદ,મારામારી કરી હોવાના આરોપ

સરદારનગર વિસ્તારમાં આતંક મચાવનાર વિજય ઉર્ફે વિજ્જુ બોડી નરોડા વિસ્તારમાં રહેતી તેની માતાને માર માર્યો હતો અને ધમકી આપી હતી. ત્યા

અમદાવાદ:કુખ્યાત વિજ્જુ બોડી સામે તેની જ માતાએ નોંધાવી પોલીસ ફરિયાદ,મારામારી કરી હોવાના આરોપ
X

અમદાવાદ શહેરના સરદારનગર વિસ્તારમાં આતંક મચાવનાર વિજય ઉર્ફે વિજ્જુ બોડી નરોડા વિસ્તારમાં રહેતી તેની માતાને માર માર્યો હતો અને ધમકી આપી હતી. ત્યારે આ મામલે વિજ્જુ બોડી સામે તેની માતા નરોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

ઉલ્લેખનીય છે કે, વિજ્જુ બોડી હમણાં થોડા સમય પહેલાં જ જેલમાંથી છૂટીને બહાર આવ્યો હતો.શહેરના નરોડા-દહેગામ રોડ પર આવેલી મારુતિ હાઇટ્સ ખાતે 64 વર્ષીય જ્યોતિબહેન ઉત્તમ ચંદાની નાના દીકરા સાથે રહે છે. ત્યારે મોટો દીકરો વિજય ઉર્ફે વિજ્જુ બોડી અન્ય ફ્લેટમાં રહે છે. વિજ્જુને તેની પત્ની છોડીને જતી રહી છે. તેથી તે અવારનવાર માતાના ઘરે આવતો જતો હોય છે 14 સપ્ટેમ્બરે જ્યારે વિજ્જુના માતા એકલા હતા. ત્યારે વિજ્જુ ઘરે આવી ખર્ચના પૈસા માગવા લાગ્યો હતો. ત્યારે માતાએ તેને પૈસા આપવાની ના પાડી દીધી હતી. તેણે માતા સાથે બોલાચાલી કરી અને ઝઘડો કરવા લાગ્યો હતો. ત્યારે વિજ્જુએ માતાને બિભત્સ ગાળો પણ આપી હતી અને માર પણ માર્યો હતો. તેટલું જ નહીં, માતાને પૈસા નહીં આપે તો જાનથી મારી નાંખવાની ધમકી પણ આપી હતી. આ મામલે માતા પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. તેમ છતાં વિજ્જુ માન્યો નહોતો અને આખરે માતા વિજ્જુ સામે પોલીસ ફરિયાદ દાખલ કરી હતી. ત્યારે પોલીસે પણ ફરિયાદને આધારે આગળની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે માતાની ફરિયાદને લઈને આરોપી વિજ્જુ બોડીની ધરપકડ કરી હતી અને તેને કોર્ટમાં રજૂ કર્યો હતો.વિજ્જુ બોડી સામે અગાઉ પણ શહેરના અલગ અલગ પોલીસ સ્ટેશન માં ગુન્હા નોંધાયેલ છે

Next Story