અમદાવાદ: નારણપુરામાં નિર્માણ પામી રહેલ આંતરરાષ્ટ્રીય કક્ષાના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષની ગૃહપ્રધાન અમિત શાહે લીધી મુલાકાત

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદમાં આકાર લઈ રહેલા નારણપુરા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સના નિર્માણકાર્યની સમીક્ષા કરી હતી

New Update
અમદાવાદ: નારણપુરામાં નિર્માણ પામી રહેલ આંતરરાષ્ટ્રીય કક્ષાના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષની ગૃહપ્રધાન અમિત શાહે લીધી મુલાકાત

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદમાં આકાર લઈ રહેલા નારણપુરા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સના નિર્માણકાર્યની સમીક્ષા કરી હતી અને અહી ચાલી રહેલા બાંધકામ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું નિરીક્ષણ કર્યું હતું

મકરસંક્રાંતિના દિવસોમાં ગુજરાત પ્રવાસે આવેલા કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે અમદાવાદ શહેરના નારણપુરા વિસ્તારમાં આકાર લઈ રહેલા આંતરરાષ્ટ્રીય કક્ષાના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સની મુલાકાત લઈને નિર્માણકાર્ય સમીક્ષા કરી હતી. કેન્દ્રીય મંત્રી અમિત શાહે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું કન્સ્ટ્રક્શન કાર્ય ઝડપથી પૂર્ણ કરવા અધિકારીઓને તાકીદ કરી હતી.અમિત શાહે નિર્માણાધીન સ્પોર્ટ્સ સંકુલની પ્રતિકૃતિ નિહાળીને સૂચનો પણ કર્યાં હતા.કેન્દ્રીય મંત્રીની આ મુલાકાત દરમિયાન અમદાવાદના મેયર કિરીટ પરમાર, ડેપ્યુટી મેયર ગીતા પટેલ, ઇન્ચાર્જ મ્યુનિસિપલ કમિશનર રાજકુમાર બેનીવાલ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેશ બારોટ, ધારાસભ્ય જીતેન્દ્ર પટેલ, હર્ષદ પટેલ તથા મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

Latest Stories