Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ: પીએમ સ્વનિધિ યોજનાના લાભાર્થીના સ્નેહમિલન કાર્યક્રમમાં ગૃહમંત્રી અમિત શાહ રહ્યા ઉપસ્થિત

GMDC ગ્રાઉન્ડ ખાતે અમિત શાહ અને રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે પીએમ સ્વનિધિ યોજનાના લાભાર્થીના સ્નેહમિલન કાર્યક્રમમાં હાજર રહ્યાં હતા.

X

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજરોજ 24 ડિસેમ્બરના રોજ ગુજરાતના પ્રવાસ છે. અમદાવાદના GMDC ગ્રાઉન્ડ ખાતે અમિત શાહ અને રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે પીએમ સ્વનિધિ યોજનાના લાભાર્થીના સ્નેહમિલન કાર્યક્રમમાં હાજર રહ્યાં હતા. PM સ્વનિધિ યોજનાના લાભાર્થીઓનું કેન્દ્રીય ગૃહમંત્રીએ શાલ ઓઢાડી સન્માન કર્યું હતું. જે બાદ લાભાર્થીઓને QR કોડ પણ આપવામાં આવ્યા હતાં. જે બાદ મુખ્યમંત્રી અને કેન્દ્રીય ગૃહમંત્રીએ સભાને સંબોધી હતી. અમદાવાદના GMDC ગ્રાઉન્ડ ખાતે સભાને સંબોધતા અમિત શાહે જણાવ્યું હતું કે, મિત્રો આજે સ્વનિધિ યોજનાના સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન કર્યું છે, જે વાતનો મને આનંદ છે. તમને મળીને હૃદયમાં ખૂબ ખૂબ આનંદ થયો છે. કોરોનામાં ભારતનું શું થશે તેની ચિંતા થતી હતી. લારી ગલ્લાવાળા જેવી પ્રમાણિકતા કોઈની નથી. લોનનું લીધેલું ધિરાણ પણ પાછું આપી દીધું છે. દેશના વિકાસમાં તમે સીધા જોડાયેલા છે. આજે હું મુખ્યમંત્રીનો પણ આભાર માનું છું. ગુજરાત નાના ઉદ્યોગકાર, વેપારી, લારી ગલ્લાવાળા છે તેઓ નાનામાંથી જ મોટો ઉદ્યોગપતિ બનશે. 45 ટકા બહેનોએ લોન લીધી છે. 40 લાખથી વધુ ફેરિયાઓ ડિજિટલ પેમેન્ટ સુધી જોડાયેલા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સમગ્ર ભારતને કોરોનાથી સુરક્ષિત કરવાનું કામ કર્યું છે. 2024માં નરેન્દ્રભાઈ ચૂંટાવવાના છે. નાના રોજગાર માધ્યમથી દેશનો વિકાસ કરનારને કોઈ ગેરંટી વગર લોન આપી છે. બેંક લોન આપે તો ગેરંટી માંગે તો તમારે કહી દેવાનું અમારી ગેરેન્ટી નરેન્દ્રભાઈ છે.

આ સાથેજ જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે પીએમ સ્વનિધિ અંતર્ગત લાભ મેળવનારા લાભાર્થીઓના સ્નેહમિલન કાર્યક્રમમાં મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાને સૌ કોઈની ચિંતા કરી છે. અનેક જનકલ્યાણ યોજના બનાવી છે અને લોકો સુધી પહોંચે છે. હવે દેશમાં એવી સરકાર છે કે સૌનો સાથ અને સૌના વિકાસ સાથે ચાલનારી છે. કોરોના બાદ ગરીબ વ્યકિતને બેઠા કરવા પીએમ સ્વનિધિ યોજના શરૂ કરવામાં આવી છે. ગુજરાતમાં 5.50 લાખને 700 કરોડની લોન આપી છે.

Next Story