Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ : ગૃહમંત્રી હર્ષ સંઘવીના હસ્તે સાયબર સેફ મિશન સિમ્પોઝિયમનું ઉદ્ઘાટન કરાયું...

સમગ્ર રાજ્યમાંથી સાયબર ક્રાઇમના કેસ ખૂબ જ મોટી સંખ્યામાં સામે આવી રહ્યા છે. જેમાં અનેક લોકો સાયબર ક્રાઇમનો ભોગ પણ બનતા હોય છે

X

સમગ્ર રાજ્યમાંથી સાયબર ક્રાઇમના કેસ ખૂબ જ મોટી સંખ્યામાં સામે આવી રહ્યા છે. જેમાં અનેક લોકો સાયબર ક્રાઇમનો ભોગ પણ બનતા હોય છે, ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની પહેલથી સાયબર સેફ મિશનની શરૂઆત કરવામાં આવી હતી. જેમાં ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા સાયબર સેફ મિશન સિમ્પોનજીમનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.

અમદાવાદ પોલીસ અને અનંત નેશનલ યુનિવર્સિટી વચ્ચે સાયબર સેફ મિશન માટે એમઓયુની આપ-લે કરવામાં આવી છે. જેના સંદર્ભમાં સાયબર ક્રાઇમ અપરાધમાં સતત વધતા જતા કેસ અને બદલાતી દુનિયાને જાગૃત કરવા માટે એક સાયબર સેફ મિશન સિમ્પોઝિયમનું રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ભારતનું પ્રથમ સાયબર ક્રાઈમ પ્રિવેન્શન યુનિટ આઈએમએ સાયબર ક્રાઇમનો સામનો કરવા માટે એક સર્વગ્રાહી અભિગમ કરવાનું એક મહત્વનું પગલું ગણવામાં આવે છે. આ ઉપરાંત હાયપર વિઝ્યુલાઈઝેશન ટેકનોલોજીના વિકાસ માટે સમર્પિત નવી લેબ ફ્યુઝ રજીસ્ટિક ટેકનોલોજી સેન્ટર ઓફ એક્સેલન્સનું પણ ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. વિદ્યાર્થીઓને પડકારો ઓળખવા અને સાહેબને ઘટાડવાની ક્ષમતા સાથે આવનાર ભવિષ્યની ટેકનોલોજીનો લાભ લઇ શકે તેવા પ્રયાસો પણ કરવામાં આવી રહ્યા છે.

Next Story