Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ: ગૃહરાજ્ય પ્રધાન હર્ષ સંઘવીની હાજરીમાં 'હોમગાર્ડ નાગરિક સંરક્ષણ સ્થાપના દિવસ' ની ઉજવણી

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના અધ્યક્ષસ્થાને 'હોમગાર્ડ નાગરિક સંરક્ષણ સ્થાપના દિવસ' ની ઉજવણી કરવામાં આવી

X

અમદાવાદના લાલ દરવાજા સ્થિત હોમ ગાર્ડ ગ્રાઉન્ડ ખાતે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના અધ્યક્ષસ્થાને 'હોમગાર્ડ નાગરિક સંરક્ષણ સ્થાપના દિવસ' ની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું અમદાવાદના લાલ દરવાજા સ્થિત હોમ ગાર્ડ ગ્રાઉન્ડ ખાતે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના અધ્યક્ષસ્થાને 'હોમગાર્ડ નાગરિક સંરક્ષણ સ્થાપના દિવસ' ની ઉજવણી કરવામાં આવી હતી.કોરોના કાળ દરમ્યાન શ્રેષ્ઠ કામગીરી કરનાર કોરોના વોરિયર્સના આશ્રિતોને ગૃહરાજ્ય મંત્રી ના હસ્તે વંદન પત્ર એનાયત કરવામાં આવ્યા હતાં.

ઉપરાંત મહામહિમ રાષ્ટ્રપતિ ચંદ્રકો આપી અને શૌર્યપૂર્ણ કામગીરી કરનાર જવાનોને બિરદાવવામાં આવ્યા હતા.હોમગાર્ડ જવાનોની સેવાકીય પ્રવૃતિઓ બિરદાવતા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે, રાજ્યના હોમગાર્ડ જવાનો માનવતાવાદી સેવાકીય કાર્યનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે.તેમણે કહ્યું કે, રાજ્યમાં આવેલી કુદરતી કે માનવસર્જિત આપત્તિઓ માં હોમગાર્ડ જવાનો હર હંમેશ ખડેપગે કાર્યરત રહ્યા છે.તેમણે ઉમેર્યું કે કોરોના કાળમાં લોકડાઉનના સમયગાળામાં પણ હોમગાર્ડ જવાનોએ રાજ્ય પોલીસ સાથે ખભેખભા મિલાવીને પોતાની જવાબદારી સહર્ષ નિભાવી છે.

તેમણે કહ્યું હતું કે, કોરોના કાળમાં પોતાનું ઉત્તરદાયિત્વ નિભાવતા શહીદ થયેલ 46 હોમગાર્ડ જવાનોના બલિદાનની રાજ્ય સરકાર અને રાજ્યના નાગરિકો હર હંમેશ યાદ રાખશે. આ બલિદાનને અમર કરવા જિલ્લાસ્તરે પ્લાટુન વ્યવસ્થાપન કરતા અધિકારીઓ આને પ્લાટુન પરિવારજનોને કોરોના વોરિયર્સના આશ્રિતોને સહયોગી બનવા અપીલ કરી હતી.સિવિલ ડિફેન્સના જવાનો પણ રાજ્યની વિવિધ આકસ્મિક પરિસ્થિતિઓમાં શ્રેષ્ઠ કામગીરી કરે છે સીવીલ ડીફેન્સ ને ઉપયોગી સાધન સામગ્રી તેમજ વિવિધ ક્ષેત્રમાં રિફોર્મ્સ લેવા રાજ્ય સરકાર તત્પર છે.

Next Story