Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ: કોરોના સામે લડવા સિવિલ હોસ્પિટલ કેટલી છે સજ્જ ! જુઓ આ ઉચ્ચ અધિકારીએ કરી સમીક્ષા

સોલા સિવિલ હોસ્પિટલ ખાતે રાજ્યના ચીફ સેક્રેટરી મનોજ અગ્રવાલે કોરોનાની સ્થિતિને પહોંચી વળવા માટેની તૈયારીઓની સમીક્ષા કરી હતી

X

અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલ ખાતે રાજ્યના ચીફ સેક્રેટરી મનોજ અગ્રવાલે કોરોનાની સ્થિતિને પહોંચી વળવા માટેની તૈયારીઓની સમીક્ષા કરી હતી

દુનિયાભરમાં અનેક દેશોમાં કોરોનાના કેસમાં ઉછાળો નોંધાયો છે દેશમાં પણ કોરોનાનો ડર સતાવી રહ્યો છે ત્યારે કોરોના સામે લડવા માટે તંત્ર કેટલું સજ્જ છે તે ચકાસવા દેશભરમાં હોસ્પિટલમાં મોકડ્રિલ યોજવામા આવી હતી.અમદાવાદ પશ્ચિમમાં આવેલ સોલા સિવિલ હોસ્પિટલ ખાતે રાજ્યના ચીફ સેક્રેટરી મનોજ અગ્રવાલ પહોંચ્યા હતા અને તમામ તૈયારીઓનું નિરીક્ષણ કર્યું હતું અને સમીક્ષા બેઠક પણ કરી હતી જેમાં આરોગ્ય તંત્ર અને ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા. દેશ અને ગુજરાતમાં કોરોનાનો ડર વધી રહ્યો છે અને જો કોરોના કેસમાં અચાનક ઉછાળો આવે તો આરોગ્ય તંત્ર કેટલું તૈયાર છે તેના ભાગરૂપે શહેરમાં આવેલી સોલા સિવિલ હોસ્પિટલ ખાતે આજે મોકડ્રીલ યોજવામાં આવી હતી અહીં રાજ્યના ચીફ સેક્રેટરી પહોંચ્યા હતા અને કોરોના વોર્ડની મુલાકાત લીધી હતી અને વેન્ટિલેટર દવાનો સ્ટોક,બાઈપેપ સહિતના સાધનોનું નિરીક્ષણ કર્યું હતું તો સાથે હોસ્પિટલના ઓક્સિજન પ્લાન્ટની પણ મુલાકાત લીધી હતી

Next Story