અમદાવાદ : દીકરીને જન્મ આપતાં પતિ અને સાસુએ પરણિતાને માર મારી તરછોડી, સાસરિયાં વિરુદ્ધ નોંધાય ફરિયાદ...

અમદાવાદના ગોમતીપુરમાં રહેતી 27 વર્ષીય યુવતીના લગ્ન વર્ષ 2015માં દાણીલીમડાના એક યુવક સાથે થયા હતા.

અમદાવાદ : દીકરીને જન્મ આપતાં પતિ અને સાસુએ પરણિતાને માર મારી તરછોડી, સાસરિયાં વિરુદ્ધ નોંધાય ફરિયાદ...
New Update

અમદાવાદ શહેરમાં રહેતી એક યુવતીના વર્ષ 2015માં લગ્ન થયા હતા. વર્ષ 2016માં તેણે એક દીકરીને જન્મ આપતા જ પતિ અને સાસુને ગમ્યું નહોતું. પતિ અને સાસુને સંતાનમાં દીકરો જોઇતો હોવાથી આ યુવતીને ત્રાસ આપવા લાગ્યા હતા. હતી. આખરે કંટાળીને યુવતીએ ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

અમદાવાદના ગોમતીપુરમાં રહેતી 27 વર્ષીય યુવતીના લગ્ન વર્ષ 2015માં દાણીલીમડાના એક યુવક સાથે થયા હતા. લગ્ન બાદ આ યુવતી સાસરે રહેવા ગઇ હતી. વર્ષ 2016માં આ યુવતીએ એક દીકરીને જન્મ આપ્યો, તો પતિએ તે દીકરી તેની નથી તેમ કહી બબાલ શરૂ કરી હતી. એટલું જ નહી પતિની સાથે સાસુએ પણ દીકરીના જન્મને લઈને બબાલ કરી યુવતીને માનસિક શારીરિક ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું. જેનાથી કંટાળીને આ યુવતી તેના પિયર રહેવા જતી રહી હતી. દોઢેક વર્ષ સુધી પિયરમાં રહ્યા બાદ આ યુવતીને તેના સાસરિયાઓએ બોલાવતા તે ફરીથી તેના સાસરિયે રહેવા ગઇ હતી. ત્યારબાદ પણ તેની સાસુ દીકરાને ચઢામણી કરતા યુવતીનો પતિ તેની સાથે ઝઘડા કરી માર મારતો હતો. પણ પોતાનો સંસાર ટકાવવા માટે યુવતી તેની સાસુ અને પતિનો આ ત્રાસ સહન કરતી હતી, અને તેના પિયરજનોને કંઈ પણ કહેતી નહોતી. તાજેતરમાં જ યુવતી પકોડી ખાતી હતી, ત્યારે તેનો પતિ આવ્યો અને છોકરીઓની તબિયત ખરાબ છે અને તું પકોડી ખાય છે, તેમ કહી તેની સાથે ઝઘડો કરી તેને ફટકારી હતી. યુવતીને વધુ વાગતા તેને સારવાર માટે ખસેડાઇ હતી. યુવતીને તેના પતિ ફોનમાં કોની સાથે વાતો કરે છે, તેમ કહી તેને માર પણ મારવા લાગ્યો હતો. જેથી યુવતી તેના પિયરમાં જતી રહી હતી. પણ બાદમાં સાસુ, દિયર અને પતિ સહિતના લોકો આ યુવતીના પિયર જઈ કોને જાણ કરીને

#Gujarat #Connect Gujarat #BeyondJustNews #Ahmedabad #mother-in-law #wife #husband #daughter #Police Complain
Here are a few more articles:
Read the Next Article