Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ : ATM માં કોઈ મદદ કરવાનું કહે તો 100 વખત વિચારજો, જુઓ આ કિસ્સો

અમદાવાદ શહેરના કારંજ, સાબરમતી બાદ હવે સોલા વિસ્તારમાં એક સિનિયર સિટીઝન પાસેથી કાર્ડ બદલીને રૂપિયા 40000 ઉપાડી લીધા હોવાનો બનાવ સામે આવ્યો,

X

અમદાવાદ શહેરના કારંજ, સાબરમતી બાદ હવે સોલા વિસ્તારમાં એક સિનિયર સિટીઝન પાસેથી કાર્ડ બદલીને રૂપિયા 40000 ઉપાડી લીધા હોવાનો બનાવ સામે આવ્યો, સોલા પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે અને તેની જોડેથી અલગ અલગ ATM કાર્ડ પણ મળી આવ્યા છે.

અમદાવાદ શહેરના સોલા વિસ્તારમાં ATM મશીનમાંથી રુપિયા નીકળવા મદદ કરવાના બહાને તેમની સાથે ATM કાર્ડ બદલી છેતરપિંડી કરતા એક વ્યક્તિને ઝડપી પાડવામાં આવ્યો છે. સોલા પોલીસે બાતમીના આધારે આરોપી નાગજી રબારીની ધરપકડ કરી છે. આરોપી નાગજીભાઈ પાસેથી પોલીસને અલગ અલગ બેન્કના ATM કાર્ડ મળી આવ્યા છે. આરોપી વૃદ્ધ અને ઓછું ભણેલા લોકોને મદદ કરવાના બહાને અંદર જઈ ખોટો પાસવર્ડ નાખી આપતો અને ATM કાર્ડ બદલી ઓરીજનલ ATM તેની પાસે રાખી નકલી ATM તેઓને આપી દેતો. જે બાદ ઓરીજનલ ATMમાંથી પાસવર્ડ નાખી રૂપિયા ઉપાડી લેતો હતો. કુલ અંદાજે સાડા સાત લાખ રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી છે. આ પ્રકારના બનાવ તેણે ચાંદખેડા, વસ્ત્રાપુર, કલોલ, ઓઢવ, ઇસનપુર જેવા અલગ અલગ વિસ્તારોમા અંજામ આપેલા છે અને અગાઉ આરોપી 30 ગુન્હામાં પકડાયો છે. હાલમાં આરોપીને સોલા પોલીસે પકડી કાર્યવાહી કરવામાં આવી છે.

Next Story