Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ: પોલીસ સુધરી જાય નહીં તો હવે તમારું ઇન્વેસ્ટિગેશન કરી તમે જે તોડ કરો છે તે પુરાવા સાથે આપીશું: આપ

ઈશુદાન ગઢવીએ જણાવ્યુ હતું કે હવે જો અમારી સભાઓને મંજૂરી નહીં મળે તો ન છૂટકે પોલીસ પરમીશન વગર સભા કરીશું

X

આપના પ્રદેશ ઉપાધ્યક્ષ ભેમા ચૌધરીની અટકાયત અંગે આપ નેતા ઇશુદાન ગઢવીએ પ્રેસ કોન્ફ્રન્સ કરતા જણાવ્યું હતું કે આપણા બંધારણમા કોઈને ડિટેન કરવામાં આવે તો ૨૪ કલાકમા જજ સામે રજૂ કરવાના હોય છે જો કે ૮૦ કલાક થઈ ગયા હોવા છતા તેમને જજ સામે રજૂ કરવામાં આવ્યા નથી.આપના પ્રદેશ ઉપાધ્યક્ષ ભેમા ચૌધરીની અટકાયતને લઈને આમ આદમી પાર્ટી તરફથી કોર્ટમાં કેસ કરવામાં આવ્યો છે. આ કેસ થરાદ પોલીસની સામે કરવામાં આવ્યો છે.

જેમાં પાણી આંદોલન કરવા બેઠેલા ભેમાભાઈ ચૌધરીની પોલીસે અટકાયત કરી છે અને તે કર્યા બાદ હજી સુધી તેને કોર્ટમાં રજૂ કરવામાં નથી આવ્યા તેથી આ ફરિયાદ કરવામાં આવી છે. આપે આરોપ મુક્યો છે કે માજી બુટલેગરની સરકાર કોઈ જવાબ નથી આપતી. આતંકવાદી હોય તો પણ તેને કોર્ટ સમક્ષ રજૂ કરી દેવાય છે પણ આપના નેતાઓને હજી કોર્ટ સમક્ષ રજૂ નથી કર્યા.

આમ આદમી પાર્ટી દ્વારા વધુ એક આક્ષેપ કરવામાં આવ્યો છે. સી.એમ.ના મત વિસ્તારમાં આજે આપ નેતા ઈસુદાન ગઢવીની સભા હતી સીએમ ડરી ગયા કે આપની સભામાં હજારો લોકો ભેગા થશે તો માટે સભાને પરવાનગી નથી આપવામાં નથી આવતી. ઈશુદાન ગઢવીએ જણાવ્યુ હતું કે હવે જો અમારી સભાઓને મંજૂરી નહીં મળે તો ન છૂટકે પોલીસ પરમીશન વગર સભા કરીશું. સભામા કોઈ પણ સમસ્યા થયા કે ઘર્ષણ થાય તો તેની જવાબદાર સરકાર અને પોલીસ જ હશે અને તેઓએ ચીમકી પણ ઉચ્ચારી હતી કે ગુજરાત પોલીસ સુધરી જજો નહીં તો હવે તમારું ઇન્વેસ્ટિગેશન કરી તમે જે તોડ કરો છે તે પુરાવા સાથે આપીશું

Next Story