Connect Gujarat
શિક્ષણ

અમદાવાદ : નવી સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન પોલીસી અમલમાં

X

રાજયમાં નવી સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન પોલીસી અમલમાં આવી છે. અમદાવાદ સાયન્સ સીટી ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં પોલિસીની જાહેરાત કરવામાં આવી હતી.

અમદાવાદ સાયન્સ સીટી ખાતે વાયબ્રન્ટ ગુજરાત એજ્યુકેશન સમિટ-2022ના ભાગરૂપે 'ઈન્ટરનેશનલ કોન્ફરન્સ ઓફ એકેડેમિક ઈન્સ્ટિટ્યૂશન' યોજાઇ હતી. રાજ્યની ઉચ્ચ શિક્ષણની અગ્રણી સંસ્થાઓ તેમજ યુનિવર્સિટીના એક્ઝિબિશનને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ની ઉપસ્થિતિમાં ખુલ્લું મુકાયું હતું.આ પ્રસંગે તેમણે સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન પોલીસીનું અનાવરણ કર્યું હતું. આ એક્ઝિબિશનમાં 54 જેટલી યુનિવર્સિટી-સંસ્થાઓના સ્ટોલ પ્રદર્શિત કરવામાં આવ્યા છે. આ નવી સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન પોલીસીને વધુ પાંચ વર્ષ માટે અમલમાં મુકવામાં આવી છે 54 જેટલી યુનિવર્સિટી-સંસ્થા ના સ્ટોલ પ્રદર્શિત કરવામાં આવ્યા છે.

Next Story