અમદાવાદ:  જિલ્લા શિક્ષણાધિકારીનો મહત્વનો નિર્ણય 12 વાગ્યા પછી શૈક્ષણિક કાર્ય બંધ રાખવા તમામ સ્કૂલોને અપાઈ સૂચના

બપોરે 12 વાગ્યા પહેલા પ્રાથમિક શાળામાં શૈક્ષણિક કાર્ય પૂર્ણ કરી દેવું તેમજ 12 વાગ્યા પછી શૈક્ષિણક કાર્ય ચાલુ રાખનાર શાળા સામે કાર્યવાહી થશે.  

New Update
Ahmedabad Deo

રાજ્યમાં ગરમીનો પારો ફરી એકવાર ઉચકાયો છે. ત્યારે અમદાવાદની પ્રાથમિક શાળાઓને જિલ્લા શિક્ષણાધિકારીએ મહત્વનો આદેશ આપ્યો છે. ગરમીને ધ્યાને રાખી શહેરની તમામ શાળાઓને કડક સૂચના આપવામાં આવી છે કે, બપોરે 12 વાગ્યા પહેલા પ્રાથમિક શાળામાં શૈક્ષણિક કાર્ય પૂર્ણ કરી દેવું તેમજ 12 વાગ્યા પછી શૈક્ષિણક કાર્ય ચાલુ રાખનાર શાળા સામે કાર્યવાહી થશે.  

અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારી રોહિત ચૌધરીએ જણાવ્યું કે,  અમે સ્પષ્ટપણે સૂચના આપીએ છીએ કે, 12 વાગ્યા સુધી જ શાળા ચાલુ રાખવી ત્યારબાદ સ્કૂલ ચાલુ રાખવી નહી. આ બાબતને લઈ આવતીકાલથી અમે ચકાસણી પણ હાથ ધરીશું

Latest Stories