Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ : 9 દિવસની ટ્રાફિક ડ્રાઈવમાં પોલીસે વાહનચાલકો પાસેથી રૂ. 23 લાખનો દંડ વસૂલ્યો...

ટ્રાફિક ડ્રાઈવ દરમ્યાન છેલ્લા 9 દિવસમાં હેલ્મેટ અને સીટબેલ્ટ પહેર્યા વગર વાહન ચલાવતા 4688 લોકોને પકડીને રૂપિયા 23.65 લાખ જેટલો દંડ વસૂલ કરવામાં આવ્યો છે.

X

અમદાવાદ શહેરમાં ટ્રાફિક નિયમનો ભંગ કરનાર શહેરીજનો સામે પોલીસે તવાઈ બોલાવી છે. ટ્રાફિક પોલીસની ડ્રાઈવ દરમ્યાન છેલ્લા 9 દિવસમાં હેલમેટ અને સીટબેલ્ટ પહેર્યા વગર વાહન ચલાવતા લોકો પાસેથી રૂપિયા 23 લાખથી વધુનો દંડ વસૂલ કરવામાં આવ્યો છે.અમદાવાદ શહેરમાં ચાલી રહેલી પોલીસની ટ્રાફિક ડ્રાઈવ દરમ્યાન છેલ્લા 9 દિવસમાં હેલ્મેટ અને સીટબેલ્ટ પહેર્યા વગર વાહન ચલાવતા 4688 લોકોને પકડીને રૂપિયા 23.65 લાખ જેટલો દંડ વસૂલ કરવામાં આવ્યો છે.

રોડ સેફ્ટી માટે ટ્રાફિક પોલીસ વારંવાર આ પ્રકારના વિશેષ ડ્રાઇવનું આયોજન કરતી હોય છે. ઉલ્લેખનીય છે કે, સમગ્ર ગુજરાતમાં વર્ષ 2019માં 4191 લોકો, વર્ષ 2020માં 3597 લોકો અને વર્ષ 2021માં 4220 લોકોના માર્ગ અકસ્માતમાં મૃત્યુ થયા હતા. જોકે, સીટબેલ્ટ પહેર્યા વગરનો કારચાલક કે, હેલ્મેટ પહેર્યા વગર ટુ-વ્હીલરનો ચાલક પહેલીવાર પકડાય તો 500 રૂપિયા અને બીજીવાર પકડાય તો 1 હજાર રૂપિયાનો દંડ વસૂલવામાં આવ્યો છે. શહેરમાં અલગ અલગ ચાર રસ્તા અને ભીડભાડવાળા વિસ્તારોમાં પોલીસની ટીમોએ ચેક પોઇન્ટ કાર્યરત કર્યા છે. જોકે, વાહનચાલકો ટ્રાફિકના નિયમનો ભંગ કરતા હોવાથી પોલીસ દ્વારા સ્પેશિયલ ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે.

Next Story