Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ : કાળઝાળ ગરમીમાં મણિનગર ઝોનલ કચેરી ખાતે આવતા રેશનકાર્ડ ધારકોને ઠંડી છાસનું વિનામુલ્યે વિતરણ કરાયું...

રેશનકાર્ડના કામો માટે આવતા તમામ નાગરિકોને ઠંડા પાણી સાથે મસાલા છાસનું વિનામુલ્યે વિતરણ કરાયુ

અમદાવાદ : કાળઝાળ ગરમીમાં મણિનગર ઝોનલ કચેરી ખાતે આવતા રેશનકાર્ડ ધારકોને ઠંડી છાસનું વિનામુલ્યે વિતરણ કરાયું...
X

અમદાવાદ શહેરની મણિનગર ઝોનલ કચેરી ખાતે રેશનકાર્ડ ધારકોને કાળઝાળ ગરમીમાં ઠંડા પાણી, શરબત સાથે મસાલાવાળી ઠંડી છાસનું વિનામુલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું. અમદાવાદ શહેરની મણિનગર ઝોનલ કચેરી ખાતે અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના અધિકારીઓ તથા સામાજિક સંસ્થાઓના સહયોગથી રેશનકાર્ડ ધારકોને કાળઝાળ ગરમીમાં ઠંડા પાણી, શરબત સાથે મસાલાવાળી ઠંડી છાસનું વિનામુલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું. શ્રીનાથ એસ્ટેટના મોભી અને તેમની સંસ્થાના કાર્યકરો દ્વારા રેશનકાર્ડના કામો માટે આવતા તમામ નાગરિકોને ઠંડા પાણી સાથે મસાલા છાસનું વિનામુલ્યે વિતરણ કરાયુ હતું. AMC તંત્રએ આજથી 5 દિવસ સુધી યલો એલર્ટ આપ્યું છે, જેને ધ્યાનમાં રાખી પુરવઠા વિભાગ સાથે સંકલન કરીને ગરમીમાં રેશનકાર્ડ ધારકોને રાહત મળે તે માટે આયોજન કરવામાં આવ્યું હતું.

Next Story