અમદાવાદ : આરોગ્યમંત્રીના હસ્તે વેકસીનેશનનો પ્રારંભ, સિવિલ હોસ્પિટલની લીધી મુલાકાત

રાજયમાં 15 થી 18 વર્ષના ટીનએજર્સને કોરોનાની વેકસીન આપવાના અભિયાનનો પ્રારંભ થયો છે.

અમદાવાદ : આરોગ્યમંત્રીના હસ્તે વેકસીનેશનનો પ્રારંભ, સિવિલ હોસ્પિટલની લીધી મુલાકાત
New Update

રાજયમાં 15 થી 18 વર્ષના ટીનએજર્સને કોરોનાની વેકસીન આપવાના અભિયાનનો પ્રારંભ થયો છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે આરોગ્યમંત્રી રૂષિકેશ પટેલ હાજર રહયાં હતાં.

રાજયમાં વેકસીનેશનના ત્રીજા તબકકાનો પ્રારંભ થયો છે. અમદાવાદમાં પણ સ્કૂલોમાં વેક્સિનેશનની શરૂઆત કરવામાં આવી છે.ત્યારે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં વેક્સિનેશન માટે 9 વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે. આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે વેક્સિનેશનની પ્રક્રિયાનો પ્રારંભ કરાવ્યો છે. તે ઉપરાંત તેમણે સિવિલના સ્પેશિયલ વોર્ડનું લોકાર્પણ પણ કર્યું હતું. તેમણે વધુ વિદ્યાર્થીઓ રસી લે તેવી અપીલ પણ કરી હતી.

શહેરમાં વિદ્યાર્થીઓમાં વેક્સિનેશનને લઈને ઉત્સાહ જોવા મળી રહ્યો છે.2.5 લાખ વિદ્યાર્થીઓને 7 જાન્યુઆરી સુધી રસી આપવાનો ટાર્ગેટ નકકી કરાયો છે. પ્રથમ દિવસે શહેરની 80 સ્કૂલ અને 80 અર્બન હેલ્થ સેન્ટર પર 1 લાખ વિદ્યાર્થીઓને રસી મુકવાનું આયોજન ઘડી કાઢવામાં આવ્યું.. રસીનો પુરતો જથ્થો એએમસીએ તૈયાર રાખ્યો છે. રસી માટે વાલીઓ ઓનલાઈન પોર્ટલ પર પણ સેલ્ફ રજિસ્ટ્રેશન કરાવી શકશે. આ ઉપરાંત જે લોકોએ અર્બન હેલ્થ સેન્ટર ઉપર જઈને સીધા રસી મૂકાવી હશે તેમના માટે ઓફલાઈન વિકલ્પની પણ સુવિધા આપવામાં આવી છે

#Gujarat #cmogujarat #Ahmedabad #school #Narendramodi #January #COVID19 #Vaccination #teenagers #LocalNews #Healthminister #MegaDrive #RishikeshPatel
Here are a few more articles:
Read the Next Article