Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ: સેંટ્રલ આઈ.બી.ના ઈન્સ્પેકટરે સોપારી આપી પત્નીની હત્યા કરાવી,જુઓ ચોંકાવનારો કિસ્સો

અમદાવાદમાં રહેતા અને સેંટ્રલ આઈ.બી.ના ઈન્સ્પેકટરે સોપારી આપી પત્નીની હત્યા કરાવી હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે.

X

અમદાવાદમાં રહેતા અને સેંટ્રલ આઈ.બી.ના ઈન્સ્પેકટરે સોપારી આપી પત્નીની હત્યા કરાવી હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. પોલીસે આ મામલામાં મદદગારી કરનાર એક આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અમદાવાદના વેજલપુરમાં આવેલા શ્રીનંદનગરમાં એક મહિલાની કોહવાયેલી લાશ મળી હતી. આ સમગ્ર મામલે પોલીસે અકસ્માતે મોત નોંધી તપાસ શરૂ કરી હતી, પણ પોલીસને હવે એવી માહિતી હાથમાં લાગી છે કે, આ મહિલાને બીજા કોઈ નહીં પણ તેના પતિએ જ મારી નાખવા માટે સોપારી આપી હતી અને તેની હત્યા કરાયા બાદ તેની લાશ ઘરમાં મૂકી દીધી હતી. તેમાં પણ સેન્ટ્રલ આઈબીના પીઆઈએ હત્યા કરાવી હોવાનું એક સીસીટીવી ફૂટેજના કારણે બહાર આવ્યું છે. વેજલપુરમાં થયેલી હત્યાનું કારણ ગૃહકંકાસ હતો. પતિ-પત્ની વચ્ચે ઘર કંકાસના કારણે કોર્ટમાં કેસ ચાલી રહ્યો હતો. જે કોર્ટમાં મહિલાને કેસ જીતી જતાં પતિએ પત્નીની હત્યા કરવાનું નક્કી કર્યું હતું. પછી પણ સામાન્ય વ્યક્તિ નહીં પણ મધ્યપ્રદેશમાં રહેતો અને સેન્ટ્રલ આઇબીમાં ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતો વ્યક્તિ હતો. એટલે પોલીસને આ મર્ડર મિસ્ટ્રી શોધવામાં આકાશ પાતાળ એક કરવું પડ્યું હતું. હજી પોલીસ દ્વારા આરોપી પતિ અને અન્ય વ્યક્તિઓની ધરપકડ કરવાની બાકી છે, પરંતુ આ હત્યા કેસમાં મદદ કરનાર વ્યક્તિની પોલીસે ધરપકડ કરી લીધી છે.

પોલીસે પ્રાથમિક તબક્કે અલગ અલગ થીયરી તપાસ કરતા સોસાયટીમાંથી પસાર થતાં બે શકમંદો નજરે પડ્યા હતા. ત્યારબાદ અલગ-અલગ સીસીટીવી ફૂટેજ આધારે આ બંને પલ્સર બાઈક લઈ મકરબા વિસ્તારમાંથી નીકળ્યા હોવાનું જાણવા મળતાં પોલીસે વાહનના આધારે આરોપીને પકડવા ટીમ તેલંગાણા રવાના કરી હતી. પોલીસે પલ્સર બાઈક ક્યાંથી ખરીદયુ હતું. તે અંગે તપાસ કરતા જાણવા મળ્યું કે, ભાડેથી વાહન આપતા ઇન્કમટેક્સના એક વેપારી પાસેથી આ વાહન ભાડેથી લેવામાં આવ્યું હતું. જેમાં ખલીલુદ્દીન સૈયદે વાહન ભાડેથી લીધું હોવાથી પોલીસે તેને તપાસ કરતા હત્યા કરી હોવાનો ચોંકાવનારો ખુલાસો કર્યો હતો.

Next Story