અમદાવાદ: રથયાત્રામાં પધારવા PM મોદીને પાઠવાયું નિમંત્રણ, રૂ.1.5 કરોડનો વીમો પણ લેવાયો

ભગવાન જગન્નાથ રથયાત્રાને લઇ મંદિર પ્રશાસન તરફથી તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે રથયાત્રા માં ઉપસ્થિત રહેવા આયોજકો દ્વારા પી.એમ.મોદીને પણ નિમંત્રણ આપવામાં આવ્યું છે

New Update
અમદાવાદ: રથયાત્રામાં પધારવા PM મોદીને પાઠવાયું નિમંત્રણ, રૂ.1.5 કરોડનો વીમો પણ લેવાયો

અમદાવાદ ભગવાન જગન્નાથ રથયાત્રા ને લઇ મંદિર પ્રશાસન તરફથી તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે રથયાત્રા માં ઉપસ્થિત રહેવા આયોજકો દ્વારા પી.એમ.મોદીને પણ નિમંત્રણ આપવામાં આવ્યું છે

અમદાવાદ ભગવાન જગન્નાથ રથયાત્રાને લઇ મંદિર પ્રશાસન તરફથી તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે રથયાત્રા મહોત્સવ અંગે માહિતી આપતા મંદિરના ટ્રસ્ટી મહેન્દ્ર ઝાએ જણાવ્યું હતું કે રથયાત્રાની પોલીસ પરમિશન આપવામાં આવી છે. જેમાં 18 શણગારેલા ગજરાજો, 101 ભારતીય સંસ્કૃતિની ઝાંખી કરાવતા ટ્રકો, 30 અખાડા, 18 ભજન મંડળી, 3 બેન્ડવાજા રહેશે.તો આ રથયાત્રા માં હરિદ્વાર, અયોધ્યા, નાસિક, ઉજ્જૈન, જગન્નાથપુરી અને સૌરાષ્ટ્રમાંથી 2000 જેટલા સાધુસંતો ભાગ લેવા આવશે. કોરોનાના કેસ આવ્યા હોવાથી લોકો માસ્ક પહેરી અને દર્શન કરવા આવે.રથયાત્રાનો રૂ. 1.5 કરોડનો વીમો લેવામાં આવશે રથયાત્રા પહેલા 29મી જુને જેઠ વદ અમાસના દિવસે ભગવાન મામાના ઘરેથી પરત આવશે. જેથી સવારે છ વાગ્યે ભગવાન જગન્નાથ બહેન સુભદ્રાજી અને ભાઈ બલરામની ગર્ભગૃહમાં રત્ન વેદી પર પ્રતિષ્ઠા કરવામાં આવશે. સવારે 7:30 વાગ્યે ભગવાનના નેત્રોત્સવ વિધિ કરવામાં આવશે જેમાં ભગવાન ના આંખે પાટા બાંધવામાં આવશે આ વિધિમાં ભાજપ પ્રમુખ સીઆર પાટીલ હાજર રહેશે તો પહિંદ વિધિ સીએમ ભુપેન્દ્ર પટેલ કરશે તો પીએમ નરેન્દ્ર મોદીને પણ આમંત્રણ પાઠવવામાં આવ્યું છે

Latest Stories