રાજ્યની વિધાનસભા ચુંટણીમાં કારમી હાર બાદ આપ પાર્ટીમાં સંગઠન સ્તરે મોટા બદલાવ કરવામાં આવ્યા છે પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયાને હટાવી તેના સ્થાને ઇશુદાન ગઢવીની પ્રદેશ પ્રમુખ તરીકે નિમણૂક કરવામાં આવી છે ત્યારે આજે ઇશુદાન ગઢવીએ આપ કાર્યાલયે ચાર્જ સંભાળ્યો હતો.
રાજ્ય વિધાનસભામાં આપ પાર્ટીના મુખ્યમંત્રી તરીકે પ્રોજેક્ટ થયેલ ઇશુદાન ગઢવી હવે આપના પ્રદેશ પ્રમુખ બન્યા છે ચુંટણીમાં ઇશુદાન સહિતના તમામ જાણીતા ચહેરાઓ હારી ગયા હતા આજે ઇશુદાન ગઢવીએ પ્રદેશ પ્રમુખ તરીકે ચાર્જ સંભાળતા હૂંકાર ભર્યો હતો કે અમે આવનારી ચૂંટણીની તૈયારી શરૂ કરી દીધી છે તો ઇશુદાન ગઢવીએ કહ્યું કે કોંગ્રેસ હવે ક્યાંય પિક્ચરમાં નથી તો રાજ્યમાં ગ્રામ સમિતિ અને બુથ લેવલ સુધી સંગઠનમાં બદલાવ કરવાના સંકેત આપ્યા હતા તો પાર્ટીમાં જે લોકો કોઈ કામગીરી નથી કરતાં તેને પાર્ટીમાંથી બહાર કરવામાં આવશે.ચૂંટણીમાં મળેલી હાર બાબતે ઇશુદાન ગઢવીએ કહ્યું કે અમને હાર નથી મળી અમારા 5 ધારાસભ્ય ચુંટાઈ આવ્યા છે રાજ્યના ઇતિહાસમાં પ્રથમ વખત આવું બન્યું છે.