Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ : SAL ગૃપના વ્યવસાય સ્થળોએ આઇટીના દરોડા, સર્ચ ઓપરેશન ચાલુ

અમદાવાદમાં એક પછી એક ઉદ્યોગકારો આવકવેરા વિભાગના સકંજામાં આવી રહયાં છે

X

અમદાવાદમાં એક પછી એક ઉદ્યોગકારો આવકવેરા વિભાગના સકંજામાં આવી રહયાં છે. હોસ્પિટલ સહિત અન્ય ક્ષેત્રમાં જાણીતા સાલ ગૃપને ત્યાં આવકવેરા વિભાગનું સર્ચ ઓપરેશન ચાલી રહયું છે.

અમદાવાદમાં વહેલી સવારથી આઇટી વિભાગની ટીમે SAL ગૃપ પર આવકવેરા વિભાગના દરોડાની કાર્યવાહી હાથ ધરી છે.જેમાં SAAL ના ચેરમેન રાજેન્દ્ર શાહના ઘરે પણ અધિકારીઓ તપાસ માટે પહોંચ્યાં છે. સાલ હોસ્પિટલ અને સાલ મેડિકલ કોલેજ પર સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે આ ગૃપ પાસેથી મોટા પ્રમાણમાં બેનામી વ્યવહાર પકડાઈ તેવી શક્યતા છે. આવકવેરાના સર્ચ ઓપરેશનમાં જોડાયેલાં મોટાભાગના અધિકારી રાજય બહારથી આવ્યાં છે. સાલ ગૃપ શિક્ષણ, મેડીકલ તથા અન્ય ક્ષેત્રોમાં પોતાનો વ્યવસાય કરે છે. મહત્વનું છે કે અગાઉ ASTRAL અને રત્નમણિ મેટલ્સ પર IT વિભાગે સપાટો બોલાવ્યો હતો. 23 નવેમ્બરે હાથ ધરવામાં આવેલી કાર્યવાહીમાં આવકવેરા વિભાગે રૂપિયા 1 કરોડ 80 લાખની રોકડ તેમજ રૂપિયા 8 કરોડ 30 લાખના દાગીના કબ્જે કરવામાં આવ્યાં હતા. અંદાજીત 14 દિવસની કાર્યવાહીમાં બિનહિસાબી વ્યવહારો મળ્યા છે જેનો આંકડો અંદાજે 500 કરોડ થવા જાય છે.

Next Story