Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ : શેરીઓ અને સોસાયટીમાં ખેલૈયાઓ ઘુમ્યાં ગરબે, 3 હજાર સોસાયટીઓને તંત્રએ આપી મંજુરી

X

કોરોનાની કડવી યાદોને ભુલી અમદાવાદવાસીઓ ફરીથી તહેવારોની ઉજવણીમાં મશગુલ બની ગયાં છે. આદ્ય શકિતની આરાધનાના પર્વ નવરાત્રીની પ્રથમ રાત્રિએ ખેલૈયાઓ મન મુકીને ગરબે ઘુમ્યાં હતાં. કોરોના કાળમાં રાજ્યમાં પાર્ટી પ્લોટ અને ક્લબમાં ગરબાના આયોજનની પરવાનગી આપવામાં આવી નથી. સરકારે માત્ર શેરી ગરબાની મંજુરી આપી છે ત્યારે ભુલાયેલી સંસ્કૃતિના દર્શન શેરી ગરબામાં થઇ રહયાં છે. અમદાવાદ શહેર અને તેની આસપાસના વિસ્તારોમાં પ્રથમ નોરતે શેરી ગરબામાં ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઘુમ્યા હતાં.

કોરોનાની મહામારીના કારણે છેલ્લા બે વર્ષથી નવરાત્રિના તહેવારની ઉજવણી થઇ શકી ન હતી. કોરોનાના કેસ ઓછા થયાં બાદ ચાલુ વર્ષે સરકારે શેરી ગરબાના આયોજનને મંજુરી આપી દીધી છે. માત્ર શેરી ગરબા જ થવાના હોવાથી શેરીઓ અને સોસાયટીઓમાં નાના પાયે ગરબાનું આયોજન કરવામાં આવતાં ખેલૈયાઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. બે વર્ષ બાદ તમામ લોકો મન મુકીને માતાજીના ચાચર ચોકમાં ગરબાના તાલે ઝૂમ્યા હતા. અને સાથે સાથે માતાજીની ભક્તિ અને આરાધના કરી હતી.

Next Story