ગુજરાત સરકારના નવનિયુક્ત 24 મંત્રીઓ સરકારની યોજનાઓ છેવાડાના માનવી સુધી પહોચાડવા તેમજ જનતાનાં આશીર્વાદ લેવા પોતાના વિસ્તારમાં જન-આશીર્વાદ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે આજે કાયદા મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ અમદાવાદના કઠલાલથી જન આશીર્વાદ યાત્રાની શરૂઆત કરી હતી.
બીજેપીના નવ નિયુક્ત મંત્રીઓ આજથી જનતાની વચ્ચે જઈ આશીર્વાદ મેળવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ તેમજ બીજેપીના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ માર્ગદર્શન હેઠળ અને નવ નિયુક્ત સીએમ ભુપેન્દ્ર પટેલના નેતૃત્વવાળી ભારતીય જનતા પાર્ટીની સરકારની યોજનાઓ છેવાડાના માનવી સુધી પહોંચે અને ભાજપ સરકાર દ્વારા કરેલા કાર્યો પણ પ્રજા સુધી પહોંચે તે હેતુસર પ્રજાના આશીર્વાદ મેળવવા માટે આ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ જન આશીર્વાદ યાત્રા 30 સપ્ટેમ્બરથી 03 ઓક્ટોબર અને 07 ઓક્ટોમ્બરથી 10 ઓક્ટોબર સુધી યોજાશે. રાજ્યના અલગ અલગ જિલ્લામાં મંત્રીઓ સરકારની કલ્યાણકારી યોજનાઓ સામાન્ય માનવી સુધી પહોચાડશે કઠલાલ ખાતે રાજેન્દ્ર ત્રિવેદીની જન આશીર્વાદ યાત્રાનો પ્રારંભ થયો હતો. જેમાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો જોડાયા હતા. આ યાત્રા અમદાવાદના 17થી વધુ તાલુકામાં ફરશે.