Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ : કોરોનાની બીજી લહેરમાંથી લીધો બોધપાઠ, સિવિલમાં ઓકિસજનની પુરતી વ્યવસ્થા

બીજી લહેરમાં અનેક લોકોએ ઓકિસજનની અછતથી જીવ ગુમાવ્યાં હતાં ત્યારે હવે અમદાવાદની તમામ હોસ્પિટલમાં ઓકિસજન તથા વેન્ટીલેટર બેડની સંખ્યા વધારી દેવાય છે.

X

રાજયમાં કોરોનાની ત્રીજી લહેરની શરૂઆત થઇ ચુકી છે. બીજી લહેરમાં અનેક લોકોએ ઓકિસજનની અછતથી જીવ ગુમાવ્યાં હતાં ત્યારે હવે અમદાવાદની તમામ હોસ્પિટલમાં ઓકિસજન તથા વેન્ટીલેટર બેડની સંખ્યા વધારી દેવાય છે.

રાજ્યના મહાનગરોની સિવિલ હોસ્પિટલમાં સંભવત ત્રીજી લહેર અંગે તૈયારી કરી દેવાઈ છે. જેમાં ગુજરાતમાં કુલ 26,000 જેટલા બેડ તૈયાર કરી દેવામાં આવ્યા છે. માંડવડની અસારવા સિવિલ હોસ્પિટલ, સોલા સિવિલ હોસ્પિટલ અને SVP હોસ્પિટલમાં દર્દીઓને દાખલ કરવાનું આયોજન છે. સોલા સિવિલની વાત કરવામાં આવે તો વેન્ટીલેટર બેડ, ઓકિસજન પ્લાન્ટ સહિતની તમામ સુવિધાઓ ઉભી કરી દેવાય છે. સોલા સિવિલમાં ઓક્સિજન ક્ષમતામાં કરાયો વધારો કરવામાં આવ્યો છે.ત્રીજી લહેર પહેલા નવા ત્રણ પ્લાન્ટ સ્થાપિત કરાયા છે. નવા પ્લાન્ટના કારણે હોસ્પિટલમાં ઓકિસજન પુરો પાડવાની ક્ષમતા વધીને 12.7 મેટ્રીક ટન સુધી પહોંચી છે. અગાઉ સોલા સિવિલમાં અગાઉ 50 વેન્ટિલેટર બેડ હતા જે વધારીને 100 વેન્ટિલેટર બેડ કરવામાં આવ્યા છે.

Next Story