Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ: પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં ધીમીધારે વરસાદ; લોકોમાં ખુશીની લાગણી

X

હવામાન વિભાગે સમગ્ર રાજ્યમાં આગામી 5 દિવસ સુધી ભારે વરસાદની આગાહી કરી છે. ત્યારે અમદાવાદમાં ગઈકાલે સવારથી શરૂ થયેલ વરસાદ આજે પણ અવિરત ચાલુ છે લાંબા સમય બાદ પણ મેઘરાજા મન મૂકીને વરસી રહયા છે.

હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં આગામી 5 દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી ત્યારે આગાહીના પગલે અમદાવાદ શહેરમાં વરસાદી માહોલ જામ્યો છે અને ગઈકાલે સવારથી શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં ધીમીધારે સતત વરસાદ વરસી રહ્યો છે. વસ્ત્રાલ એસપી રિંગ રોડ મણિનગર ખોખરા સહિતના વિસ્તારમાં 1 થી 2 ઇંચ વરસાદ સવાર સુધી નોંધાયો હતો જ્યારે પશ્ચિમના સેટેલાઇટ બોડકદેવ જોધપુર સહિતના વિસ્તારોમાં આજે સવારથી મેઘરાજાની પધરામણી થઈ હતી. છેલ્લા કેટલાક સમયથી અમદાવાદ અને તેના આસપાસના વિસ્તારોમાં વરસાદ ખેંચાતા બફારાથી લોકો ત્રાહિમામ હતા તો ખેડૂતો પણ ચિંતાતુર બન્યા હતા પણ સમયે વરસાદ આવતા આનંદની લાગણી પ્રસરી ગઈ છે.

હવામાન વિભાગ દ્વારા રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. જેમાં મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની શક્યતા છે અમદાવાદમાં મોડી સાંજે ધોધમાર વરસાદ તૂટી પડતા શહેરના અનેક વિસ્તારોમાં પાણી પણ ભરાયા હતા. જ્યારે વરસાદી પાણી રોડ પર ભરાવાનાને લીધે અનેક જગ્યાએ વાહન વ્યવહાર પર પણ અસર પડી હતી.

Next Story