Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ: બોમ્બ બ્લાસ્ટની ધમકી આપનાર પાગલ આશિક પોલીસ ગીરફતમાં,જુઓ પોલીસે શું કરી કાર્યવાહી

અમદાવાદમાં 26મી જાન્યુઆરીના રોજ બોમ્બ બ્લાસ્ટની ધમકી ભર્યો પત્ર લખનાર આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે.

અમદાવાદ: બોમ્બ બ્લાસ્ટની ધમકી આપનાર પાગલ આશિક પોલીસ ગીરફતમાં,જુઓ પોલીસે શું કરી કાર્યવાહી
X

અમદાવાદમાં 26મી જાન્યુઆરીના રોજ બોમ્બ બ્લાસ્ટની ધમકી ભર્યો પત્ર લખનાર આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે. આરોપી એક તરફી પ્રેમમાં પાગલ હતો અને જેને લઈને પોતાની પ્રેમિકાના દિયરને ફસાવવા માટે પત્ર લખ્યો હોવાનું સામે આવ્યું છે.પોલીસે આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી શરૂ કરી છે.

અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ગીરફતમાં આવેલ આરોપીનું નામ આશિષ છે. આશિષ મૂળ યુપીના બલિયા જિલ્લાનો રહેવાસી છે અને અમદાવાદમાં નોકરી કરે છે.આરોપીએ પોતાની પ્રેમિકાના દિયરને ફસાવવા માટે એક પત્ર લખ્યો હતો પરંતુ તેની ચાલાકી કામ ન આવી અને પોલીસ ગિરફ્તમાં આવી ગયો છે.આરોપીઓની તપાસમાં સામે આવ્યું છે કે તે એક મહિલાના એક તરફી પ્રેમમાં હતો અને જેની જાણ મહિલા દિયર ઓમપ્રકાશને થઈ હતી. જેથી ઓમ પ્રકાશ દ્વારા આરોપી આશિષને ધમકી આપવામાં આવી હતી કે તે તેની ભાભીને હેરાન કરવાનું બંધ કરી દે તેથી બદલો લેવા માટે તેણે આવું કર્યું હતું.

પોલીસે તપાસ કરતા મૂળ આરોપી આશિષ સુધી પહોંચવામાં સફળતા મળી હતી. પોલીસે તેને પકડી તપાસ કરતા જાણવા મળ્યું કે આરોપી ઓમપ્રકાશ ભાભીને છેલ્લા 1 વર્ષથી એક તરફી પ્રેમ કરતો હતો અને જેને લઇને ઓમપ્રકાશ સાથે તેનો ઝઘડો થયો હતો.20 જાન્યુઆરીના રોજ બલિયાથી અમદાવાદ આવીને રેલવે સ્ટેશન ઉપર પત્ર લખી ઓમપ્રકાશને ફસાવવા માટે મોકલી આપ્યો હતો.

Next Story