Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ : મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના પુત્ર અનુજ પટેલના દીર્ઘાયુ માટે BJP દ્વારા મંત્ર-અનુષ્ઠાન યજ્ઞ યોજાયો...

મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલના પુત્રના દીર્ઘાયુ અને નિરામય જીવન માટે અમદાવાદ શહેરના ધારાસભ્ય સહિત સાંસદ ઉપસ્થિત રહી હવનમાં આહુતિ અર્પણ કરી

X

ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના પુત્ર અનુજ પટેલને બ્રેઈન સ્ટ્રોક આવતા તેમને અમદાવાદની કેડી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા, જ્યાંથી વધુ સારવાર અર્થે અનુજ પટેલને એર એમ્બ્યુલન્સ મારફતે મુંબઈ હિંદુજા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે..ત્યારે અમદાવાદ શહેરના ખાનપુર વિસ્તાર સ્થિત BJP કાર્યાલય ખાતે ભારતીય જનતા પાર્ટીના આગેવાનો અને કાર્યકરો દ્વારા મંત્ર અનુષ્ઠાન યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલના પુત્રના દીર્ઘાયુ અને નિરામય જીવન માટે અમદાવાદ શહેરના ધારાસભ્ય સહિત સાંસદ ઉપસ્થિત રહી હવનમાં આહુતિ અર્પણ કરી હતી. આ ઉપરાંત ગાયત્રી પૂજામાં શહેરના મેયર, સ્ટેડિંગ કમિટીના ચેરમેન, મ્યુનિસિપલ કોર્પોરેશનના કાઉન્સીલર ઉપસ્થિત રહ્યા હતા.

Next Story