-
ખોખરાના પરિષ્કાર-1 એપાર્ટમેન્ટમાં લાગી આગ
-
ભીષણ આગ ફેલાતા સ્થાનિકોના જીવ તાળવે ચોંટયા
-
ચોથા માળ અને 50 ફૂટ ઉંચેથી મહિલાએ દાખવી હિંમત
-
2 દીકરીઓને ગજબની હિંમત કરી નીચે ઉતારી દેવાય
-
મહિલા પોતે ઉતરવા ગઈ તો ગબડતા માંડ રહી ગઈ
-
ફાયર લાશ્કરોની બચાવ કામગીરી કરી જીવ બચાવ્યો
મળતી માહિતી અનુસાર, અમદાવાદ શહેરના ખોખરા વિસ્તારમાં આવેલા પરીષ્કાર-1 ફ્લેટમાં સી-બ્લોકમાં ચોથા માળ પર બપોરના સમયે ઇલેક્ટ્રીક ડકમાં આગ લાગવાની ઘટના બની હતી. આગ લાગવાના કારણે ધુમાડો ફેલાઈ ગયો હતો. જેના કારણે લોકોમાં ભારે ભય ફેલાયો હતો. બનાવની જાણ થતાં જ ફાયર બ્રિગેડની તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી.
જેમાં 7 ફાયર બ્રિગેડની ગાડીઓ અને પોલીસ કાફલો પહોચ્યો હતો. આગ લાગતા ફ્લેટના તમામ રહીશો નીચે દોડી આવ્યા હતા, જ્યાં મોટી સંખ્યામાં ભીડ એકત્રિત થઈ હતી. જોકે, આગમાં ફસાયેલા 18 જેટલા લોકોને ફાયર બ્રિગેડ દ્વારા રેસ્ક્યુ કરી સલામત રીતે નીચે લાવવામાં આવ્યા હતા. ઉપરાંત ફાયર બ્રિગેડે પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવા પ્રક્રિયા હાથ ધરી હતી.
આગ લાગ્યા બાદ ચોથા માળ પરની એક મહિલાએ હિંમત દાખવી હતી. જેમાં તેણીએ પહેલા ફાયર રેસ્ક્યૂ બાલ્કનીમાંથી નાની દીકરીઓને ઉંચકીને ઉતારી હતી. ત્યારબાદ પોતે પણ લટકી ગઈ, અને ગબડતા માંડ માંડ બચી હતી. જોકે, આ ઘટનામાં કોઈ જાનહાનિ નહીં થતાં લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.