/connect-gujarat/media/post_banners/0dd9d47b9536755d91b4bfb24f17e88aeea0c62f2fe6b16d58f5aee7970453db.webp)
અમદાવાદમાં ૧ ફેબ્રુઆરીના રોજ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ટી-20 મેચ રમાશે ત્યારે આજથી સ્ટેડિયમ પર ટિકિટનું ઓફલાઇન વેચાણ શરૂ થયું છે જો કે કેટલાક લોકોને ટિકિટ નહી મળતા તેઓ નારાજ થયા હતા આગામી ૧ ફેબ્રુઆરી ના રોજ ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ટી-20 મેચ રમાશે ત્યારે આજથી આ ટિકિટો ઓફલાઇન એટલે કે સ્ટેડિયમની બહાર ટિકિટ બારી પર ટિકિટ મળશે તેવી જાહેરાત કરવામાં આવી હતી.
આ જાહેરાતને પગલે આજે અનેક લોકો ટિકિટ લેવા માટે આવ્યા હતા.જો કે ટિકિટ નહીં માલ્ટા અનેક લોકો નારાજ થયા છે.નિરાશ ક્રિકેટ રસિકે જણાવ્યું હતું કે તેઓ મધ્યપ્રદેશથી મેચની ટિકિટ લેવા આવ્યા હતા પરંતુ રૂપિયા ૫૦૦ની ટિકિટનો સ્લોટ હજી ઓપન નથી થયો તેથી ટિકિટ મળતી નથી અને આરોપ લગાવ્યો હતો કે સ્ટેડિયમની બહાર બ્લેકમાં પણ ટિકિટનું વેચાણ મોટાપાયે થાય છે...