અમદાવાદના ધંધુકામાં કિશન બોળીયા ઉર્ફે કિશન ભરવાડની હત્યા કેસમાં વધુ એક મૌલવીની દીલ્હીથી ધરપકડ કરવામાં આવી છે. દીલ્હીના મૌલાના કમરગની ઉસ્માનીને અમદાવાદ એટીએસની કચેરી ખાતે લાવવામાં આવ્યો છે. એટીએસના એસપી ઇમ્તિયાઝ શેખે જણાવ્યું હતું કે, મૌલાના કમરગનીએ છેલ્લા 6 મહિનામાં ગુજરાતના અલગ-અલગ શહેરોની મુલાકાત લીધી હતી. હત્યાના ષડયંત્રમાં વધુ મૌલવીઓના નામ આવી શકે છે. હત્યા કેસની અત્યાર સુધીની તપાસમાં શબ્બીરને હત્યા માટે મૌલાનાએ દુષ્પ્રેરણા આપી હતી.
અમદાવાદના જમાલપુરના મૌલાના ઐયુબ રાજકોટના ઇસમ સાથે સંપર્કમાં હતાં. આરોપી શબ્બીર મૌલાના કમરગનીને ઇનસ્ટાગ્રામના માધ્યમથી ફોલો કરતો હતો. કિશન તથા અન્ય યુવાનો વિવાદીત પોસ્ટ મુકતાં હોવાથી કટ્ટરવાદી વિચારસરણી ધરાવતાં શબ્બીરે અમદાવાદના જમાલપુરના મૌલાનાનો સંપર્ક કર્યો હતો ત્યારે મૌલાનાએ સ્પષ્ટ જણાવ્યું હતું કે, પયંગબરની બાબતમાં કોઇ બોલે તો એક જ ઉપાય છે મોત... આવો જોઇએ વધુ શું કહયું એટીએસના એસપી ઇમ્તિયાઝ શેખે....