Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ : પાનના ગલ્લાની આડમાં ચાલતા MD ડ્રગ્સના વેપલાનો પર્દાફાશ, 2 શખ્સ ઝડપાયા...

અમદાવાદ શહેરના સેટેલાઇટ વિસ્તારમાં નશીલા પદાર્થોનો કાળો કારોબાર કરતા 2 આરોપીઓની સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપ દ્વારા ધરપકડ કરવામાં આવી છે.

X

અમદાવાદ શહેરના સેટેલાઇટ વિસ્તારમાં નશીલા પદાર્થોનો કાળો કારોબાર કરતા 2 આરોપીઓની સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. આ બન્ને આરોપીઓ પાસેથી એસઓજી ક્રાઈમે રૂપિયા 6.96 લાખના MD ડ્રગ્સ સાથે તમામ મુદ્દામાલ જપ્ત કર્યો છે.

અમદાવાદ પોલીસના સકંજામાં દેખાતા આ બન્ને આરોપીઓના ચહેરા જેટલા માસુમ છે, તેટલા જ ખતરનાક તેમના કારનામા છે. એસઓજી ક્રાઈમે પકડેલા આ બન્ને આરોપીઓના ગુનાહિત ઇતિહાસની વાત કરીએ તો… આ બન્ને આરોપીઓ પહેલા નશાનું સેવન કરતા હતા, અને ત્યારબાદ ધીરે ધીરે તેઓ નશીલા પદાર્થોની હેરાફેરીના કારોબારમાં જોડાઈ ગયા. એસઓજી ક્રાઈમે બન્ને આરોપીઓ પાસેથી રૂપિયા 5.71 લાખના MD ડ્રગ્સ સહિત કુલ 6.96 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. જેમાં ઉષામા બક્ષી એમડી ડ્રગ્સ સહિતના અલગ અલગ નશીલા પદાર્થો લાવીને પરબત ઝાલાને આપતો હતો, જ્યારે આરોપી પરબત ઝાલા સેટેલાઈટના ગોકુલ આવાસ ઓરડાના મકાન ખાતે આવેલા પોતાના પાનના ગલ્લાની આડમાં MD ડ્રગ્સનો કાળો કારોબાર કરતો હતા. એસઓજી ક્રાઈમની તપાસ દરમિયાન બન્ને આરોપી છેલ્લા એક વર્ષથી એમડી ડ્રગ્સ સહિત અલગ અલગ નશીલા પદાર્થોનો ખાનગી રીતે કારોબાર કરતા હતા. આરોપીઓ પોલીસની નજરે ન ચડે તે માટે તેઓ ખાસ મોડસ ઓપરેન્ડી પણ ઉપયોગ કરતા હતા. પાનના ગલ્લા પર આવતા ગ્રાહકો અને તેમના જાણીતા લોકો સિવાય અન્ય કોઈપણ વ્યક્તિને તેઓ નશીલા પદાર્થોનું વેચાણ કરતા ન હતા.

Next Story