/connect-gujarat/media/post_banners/653c86163da2a63a85c9624fa5cefc7ccefa4fae7d5aef52b9a099fe655e5371.jpg)
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે અમદાવાદના મેમનગર વિસ્તારમાં અત્યાધુનિક શૈલીથી નિર્માણ પામેલ બહુમાળી સરકારી આવાસનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. અમદાવાદ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રૂપિયા ૧૩.૧૦ કરોડના ખર્ચે અત્યાધુનિક શૈલીથી નિર્માણ પામેલા મેમનગર બહુમાળી સરકારી આવાસનું લોકાર્પણ કર્યું હતું. જેમાં કુલ 52 આવાસો ધરાવતા બિલ્ડીંગના લોકાર્પણ કર્યા બાદ મુખ્યમંત્રીએ સુવિધાઓનું નિરીક્ષણ પણ કર્યું હતું...
આ અત્યાધુનિક સુવિધાઓવાળા સરકારી આવાસની વિશેષતાઓની વાત કરીએ તો 13 માળની ઈમારતમાં પ્રત્યેક માળ પર 4 આવાસનું નિર્માણ કરવામાં આવ્યું છે. જેમાં પ્રત્યેક આવાસમાં 2 બેડરૂમ, કિચન અને ડ્રોંઈગ રૂમ આવેલ છે. આ ઉપરાંત બિલ્ડિંગમાં પાર્કિંગ, 2 લિફ્ટ અને અગ્નિશમનની પણ આધુનિક સુવિધા રાખવામા આવી છે...