Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ: મેવાતી ગેંગનો પર્દાફાશ, જાણો શહેરના ATM મશીનોને કેવી રીતે કરે છે સોફ્ટ ટાર્ગેટ

અમદાવાદમાં એ.ટી.એમ.માં ચેડા કરી રૂપિયા ઉપાડી લેતી મેવાતી ગેંગના સાગરીતોની પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

X

અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાંચ દ્વારા હરિયાણાના રાહુલ સાજીદ ખાન અને મોહંમદ આખીલ ઇલ્યાસની ધરપકડ કરવામાં આવી છે.જે મેવાતી ગેંગના સભ્યો છે.દિલ્હીથી ફલાઈટમાં અમદાવાદ આવતા હતા જે બાદ શહેરના કોટ વિસ્તારમાં રહેલા એટીએમ સેન્ટરમાં જઈ એટીએમ મશીનમાં ચેડાં કરી બેંકો સાથે લાખોની છેતરપીંડી કરતા હતા.મેવાતી ગેંગના પકડાયેલ આરોપીઓની મોડ્સ ઓપરેન્ડી વાત કરીએ તો એટીએમ સેન્ટરમાં જઈ એટીએમ કાર્ડ મશીનમાં નાખી પિન નંબર નાખતા અને જેવા મશીનમાંથી નાણાં બહાર આવે તે નાણા અડધા મશીનની અંદર અડધા મશીનની બહાર પકડી ઉભા રહેતા અને મશીનનો ટાઈમ આઉટ થાય એટલે આરોપીઓ નાણા કાઢી લેતા જેને કારણે બેંકમાં નાણા નીકળ્યાની કોઈ એન્ટ્રી થાય નહિ અને આ બાબતે બેંકમાં ફરિયાદ કરીએ તો સાત દિવસમાં ફરીથી આ નાણા એકાઉન્ટમાં રિફંડ થઈ જાય છે

પરંતુ આવી જ રીતે છેતરપીંડી બેંકના ધ્યાન પર આવતા ચેક કરતા મેવાતી ગેંગ કારસ્તાન સામે આવ્યું હતું.આરોપી પાસેથી 39 જેટલા અલગ અલગ બેંકના એટીએમ કાર્ડ મળી આવ્યા છે જે આરોપીના અને સગા સંબંધીઓના હોવાનું સામે આવ્યું છે પરંતુ આરોપી અમદાવાદના લાલદરવાજ પાસેના સેન્ટ્રલ બેંકના એટીએમ મશીનમાં બે કાર્ડ મારફતે અલગ અલગ 14 ટ્રાન્જેક્શન કરીને 1.40 લાખ રૂપિયા ઉપાડ્યા હતા.

Next Story