Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ : “મોહબ્બત સે દે રહા હું”, આ કોડવર્ડ સાથે થતી હતી હથિયારોની ડીલ..!

રાજ્યવ્યાપી હથિયારોનું વેચાણ કરતા નેટવર્કનો પર્દાફાશ કરી અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે.

અમદાવાદ : “મોહબ્બત સે દે રહા હું”, આ કોડવર્ડ સાથે થતી હતી હથિયારોની ડીલ..!
X

રાજ્યવ્યાપી હથિયારોનું વેચાણ કરતા નેટવર્કનો પર્દાફાશ કરી અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે. જેમાં 12 હથિયારો સાથે હથિયારોના સોદાગર હનીફ બેલીમ સહિત અન્ય 3 આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે રાજ્યવ્યાપી હથિયારોનું વેચાણ કરતા નેટવર્કનો પર્દાફાશ કરી 4 આરોપીઓને દબોચી લીધા છે. સાણંદ ચોકડીના શાંતિપુરા સર્કલ નજીક આરોપી હનીફ ઉર્ફે કાળિયો બેલીમ, અસલમ સોલંકી, મોહમદખાન ઉર્ફે જામ મલેક અને આસિફખાન મલેક હથિયારોને સાથે રાખી ઊભા હતા ત્યારે ક્રાઇમ બ્રાન્ચે બાતમીના આધારે તેમની ધરપકડ કરી હતી. આરોપીઓ પાસેથી 1 બંદૂક, 9 પિસ્તોલ, 1 દેશી તમંચો, 1 રિવોલ્વર અને 2 જીવતા કારતુસ મળી કુલ રૂપિયા 3 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. જોકે, આરોપીઓની પૂછપરછ કરતા હનીફ બેલીમ ખેડબ્રહ્મામાં લૂંટ વિથ મર્ડરના ગુન્હાને અંજામ આપી ફરાર થયો હોવાનું સામે આવ્યું છે. આરોપી હનીફ હથિયારો વહેંચવા માટે આવ્યો હતો. આ હથિયાર અસલમ સોલંકી, મહમદખાન ઉર્ફે જામ અને આસિફખાન આ હથિયારો લેવા આવ્યા હતા. આ આરોપીઓ છેલ્લા ઘણા સમયથી રાજ્યવ્યાપી હથિયાર વેચવાનું કૌભાંડ આચરતા હતા. આ તમામ હથિયારોનો સોદો “મોહબ્બત સે દે રહા હું” નામના કોડવર્ડથી કરવામાં આવતો હતો. આ હથિયાર પાટણના મૌલિકસિંઘ બાપુ પાસેથી લાવવામાં આવ્યો હોવાનું પણ પોલીસ તપાસમાં સામે આવ્યું છે. હાલ તો ચારેય આરોપીઓની કડક પૂછપરછ કરી હથિયાર કોને કોને આપવામાં આવ્યા છે તે દિશામાં તપાસ કરવામાં આવી રહી છે.

Next Story