અમદાવાદ : બાવળીયાળી ઠાકર ધામમાં 75 હજારથી વધુ માલધારી બહેનોએ હુડો રાસ રમીને બનાવ્યો વિશ્વ રેકોર્ડ

અમદાવાદ ધોલેરાનાં બાવળીયાળી ગામમાં ભરવાડ સમાજની આસ્થાનું સ્થાન ઠાકરધામની પ્રાણપ્રતિષ્ઠાને 375 વર્ષ પૂરા થવા નિમિત્તે પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું ભવ્યાતિભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.

New Update
  • ધાકરધામની યોજાઈ પુનઃ પ્રાણપ્રતિષ્ઠા

  • ઠાકરધામના 375 વર્ષ થયા પૂર્ણ

  • ગુજરાતભરમાંથી ઉમટ્યા માલધારી સમાજના ભક્તો

  • 75 હજાર બહેનોએ એક સાથે રમ્યો હુડો રાસ

  • હુડો રાસને મળ્યું વિશ્વ રેકોર્ડમાં સ્થાન 

અમદાવાદ ધોલેરાનાં બાવળીયાળી ગામમાં ભરવાડ સમાજની આસ્થાનું સ્થાન ઠાકરધામની પ્રાણપ્રતિષ્ઠાને 375 વર્ષ પૂરા થવા નિમિત્તે પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું ભવ્યાતિભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ભરવાડ સમાજની 75 હજાર બહેનોએ એક સાથે હુડો રાસ રમીને વિશ્વ રેકોર્ડ સ્થાપિત કર્યો હતો.આ પ્રસંગે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા,જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ચ્યુઅલી સંબોધન કર્યું હતું.

અમદાવાદ ધોલેરાનાં બાવળીયાળી ગામમાં ભરવાડ સમાજની આસ્થાનું સ્થાન ઠાકરધામની પ્રાણપ્રતિષ્ઠાને 375 વર્ષ પૂરા થવા નિમિત્તે પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું ભવ્યાતિભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.એક સપ્તાહ સુધી આયોજિત આ કાર્યક્રમમાં ગુજરાતભરમાંથી માલધારી ભરવાડ સમાજના 10 લાખથી વધુ ભક્તોએ દર્શન,પ્રસાદ અને જુદા જુદા કાર્યક્રમોનો લ્હાવો લીધો હતો.

આ પ્રસંગે ભરવાડ સમાજની 75 હજાર બહેનોએ એક સાથે હુડો રાસરમીને વિશ્વ રેકોર્ડ સ્થાપિત કર્યો હતો.આ પ્રસંગે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા,જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ચ્યુઅલી સંબોધન કર્યું હતું.

આ મહોત્સવમાં ઘણા કાર્યક્રમો યોજાયા પણ સૌથી મોટોભવ્ય અને યાદગાર કાર્યક્રમ હુડો રાસનો કાર્યક્રમ 20 માર્ચે યોજાયો હતો.આ હુડો રાસમાં ભરવાડ સમાજનાં પાંચ-પચ્ચીસ કે ત્રીસ હજાર નહીં પણ 75 હજાર બહેનો એક જ રંગના પારંપરિક પહેરવેશમાં રાસ રમ્યા હતા.આ હુડો રાસને 'વર્લ્ડ રેકોર્ડસ ઈન્ડિયા'નું સર્ટિફિકેટ મળ્યું હતું.

Latest Stories