ભરૂચ: કોંગ્રેસે નગર પાલિકાના સત્તાધીશોને કાળુ ગુલાબી આપી નોંધાવ્યો વિરોધ,જુઓ શું છે મામલો

નગરપાલિકા પ્રમુખ અમિત ચાવડા અને લાઈટ કમિટી ચેરમેન પરેશ પટેલ ને કાળુ ગુલાબ આપી જલદીથી સ્ટ્રીટ લાઈટો ચાલુ થાય તેવી શુભેચ્છા વ્યક્ત કરી

New Update
ભરૂચ: કોંગ્રેસે નગર પાલિકાના સત્તાધીશોને કાળુ ગુલાબી આપી નોંધાવ્યો વિરોધ,જુઓ શું છે મામલો

ભરૂચ નગરપાલિકામાં કોંગ્રેસના સભ્યોએ ગાંધી નિર્વાણ દિને શહેરની સ્ટ્રીટ લાઈટના કનેક્શન કપાવાના મુદ્દે ગાંધીગીરી દાખવી પાલિકા પ્રમુખ અને લાઈટ કમિટી ચેરમેનને કાળા ગુલાબ આપી અનોખી રીતે વિરોધ પ્રદર્શન કર્યું હતું 

Advertisment

છેલ્લા ત્રણ દિવસથી બાકી વીજ બિલના મુદ્દે દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા ભરૂચ શહેરની સ્ટ્રીટ લાઈટનું કનેક્શન કાપી નાખતા પ્રજાજનોને અંધારા ઉલેચવાનો સમય આવ્યો છે.ભરૂચમાં સ્ટ્રીટ લાઈટો બંધ હોવાના મુદ્દે ગાંધી નિર્વાણ દિને પાલિકા વિપક્ષના નેતા સમશાદ અલી સૈયદની આગેવાનીમાં કોંગી સભ્યોએ અનોખી રીતે વિરોધ પ્રદર્શન કરી નગરપાલિકા પ્રમુખ અમિત ચાવડા અને લાઈટ કમિટી ચેરમેન પરેશ પટેલ ને કાળુ ગુલાબ આપી જલદીથી સ્ટ્રીટ લાઈટો ચાલુ થાય તેવી શુભેચ્છા વ્યક્ત કરી હતી. આ તરફ ભરૂચ નગર સેવા સદનના પ્રમુખ અમિત ચાવડાએ ટેકનિકલ કારણોસર વીજ બીલ નહિ ભરાયાનું જણાવી વિપક્ષ પ્રજાજનોને ગેરમાર્ગે દોરતો હોવાનો આક્ષેપ કરી લાઈટો ચાલુ કરવા ગતિવિધિ હાથ ધરી હોવાનું જણાવ્યુ હતું

Latest Stories