Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ : વૃદ્ધ દંપતીની હત્યાનો ભેદ ઉકેલાયો, 500 રૂ.ની લૂંટના ઇરાદે હત્યા કરી હોવાનો આરોપીઓએ કર્યો ખુલાસો..

અમદાવાદ માત્ર 500 રૂપિયાની લૂંટના ઇરાદે બન્ને સિનિયર સિટીઝનની હત્યા કરી હોવાનો ખુલાસો

X

અમદાવાદ શહેરમાં છેલ્લા 8 દિવસથી ચર્ચાસ્પદ બનેલ વૃદ્ધ દંપતીની હત્યા મામલે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે. ઘાટલોડિયામાં થયેલ હત્યા મામલે ક્રાઇમ બ્રાન્ચ પોલીસે અલગ અલગ ટીમો બનાવી હતી. સ્થાનિક તથા પરિવારજનોની પૂછપરછ પણ કરવામાં આવી હતી. આ ઉપરાંત ડિલિવરી બોય, કુરિયર બોય અને આસપાસની કન્સ્ટ્રક્શન સાઈટ પર કામ કરતા લોકોની પણ પૂછપરછ કરવામાં આવી હતી, ત્યારે ક્રાઇમ બ્રાન્ચના પોલીસ કોન્સ્ટેબલને બાતમી મળી હતી કે, જેના આધારે 7થી વધુ શંકાસ્પદ લોકોની ક્રાઈમ બ્રાન્ચે પુછપરછ કરતાં આ હત્યા કેસનો પર્દાફાશ થયો છે.

પોલીસની પૂછપરછમાં 2 પરપ્રાંતીય યુવકોની ધરપકડ કરાતા તેઓએ આ હત્યાનો ગુન્હો કબૂલ્યો હતો. જેમાં બન્ને યુવકો સાંજના સમયે પારસમણિ ફ્લેટ ખાતે પહોંચ્યા હતા. જ્યાં લૂંટની વારદાતને અંજામ આપવા માટે દયાનંદ અને તેમના પત્ની વિજયાલક્ષમીના ફ્લેટમાં પહોંચ્યા હતા, ત્યારે માકન મલિક દયાનંદ આરોપીને જોઈ જતા બન્ને વચ્ચે ઝપાઝપી થતાં આરોપીઓએ વૃદ્ધ દંપતીની હત્યા કરી હતી. હત્યા કર્યા બાદ બન્ને આરોપીઓએ મકાનમાં શોધખોળ કરી હતી. પરંતુ અચાનક હત્યા થઈ જતા બન્ને આરોપી ગભરાઈને ત્યાંથી ફરાર થઈ ગયા હતા. આ હત્યામાં 2 આરોપી સિવાય અન્ય કોઈની સંડોવણી છે કે, નહીં તે દિશામાં પોલીસ તપાસ કરી રહી છે. જોકે, માત્ર 500 રૂપિયાની લૂંટના ઇરાદે બન્ને સિનિયર સિટીઝનની હત્યા કરી હોવાનો પણ ખુલાસો થયો છે.

Next Story