Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ: અજાણ્યા યુવાનની લૂંટના ઇરાદે હત્યા,જુઓ પોલીસ કેવી રીતે પહોંચી આરોપી સુધી

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને અજાણ્યા યુવાનની હત્યાનો ભેદ ઉકેલવામાં સફળતા મળી છે. યુવાનની લૂંટના ઇરાદે હત્યા કરવામાં આવી હોવાનો ખુલાસો થયો છે

X

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને અજાણ્યા યુવાનની હત્યાનો ભેદ ઉકેલવામાં સફળતા મળી છે. યુવાનની લૂંટના ઇરાદે હત્યા કરવામાં આવી હોવાનો ખુલાસો થયો છે

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે એક અજાણ્યા યુવકની હત્યાનો ભેદ ઉકેલ કાઢ્યો છે. આ સમગ્ર મામલે ઘણા સમયથી પોલીસ વ્યક્તિની ઓળખ કરવાનો પ્રયાસ કરી રહી હતી, પરંતુ કોઈ કડી મળતી ન હતી. આ સમયે ક્રાઈમ બ્રાન્ચના પી.આઇ. નિકુંજ સોલંકીએ જાતે જઈને તપાસ કરતા તેમને એક કડી મળી હતી. મૃતક યુવાને જે ટી-શર્ટ પહેરી હતી, તેના પર એક કંપનીને લોગો હતો. એટલે કે કદાચ આ કંપનીની ક્રિકેટ મેચ માટે બનાવેલી ટી-શર્ટ હતી. આ કમ્પ્યુટર લોગોના આધારે તેમણે કંપની સુધી કોન્ટેક્ટ કર્યો હતો. કંપનીનો કોન્ટેક્ટ કર્યા બાદ તેમણે તેમની કોઈ ક્રિકેટ મેચ કે કોઈ કઈ અન્ય ટુર્નામેન્ટ છે તે વિશે જાણકારી મેળવી તો તેમને જાણવા મળ્યું કે, આ કંપનીની એક ક્રિકેટ મેચ હતી. જેમાં આવનારા એટલે કે ભાગ લેનારા તમામ કંપનીની લોગો વાળી ટી-શર્ટ વહેચ્યા હતા. ત્યારબાદ પીઆઈએ મૃતકનો ફોટો પાડીને કંપનીના સંચાલક સુધી પહોંચાડ્યો હતો, એટલે ખબર પડી કે આ મૃતક તેની કંપનીનો સિક્યુરિટી ગાર્ડ હતો. આ સિક્યુરિટી ગાર્ડ ખૂબ જ ગરીબ વ્યક્તિ હતો અને તે ઉદયપુર જવા માંગતો હતો. તેથી તેણે ક્યાંકથી રૂપિયા 100ની વ્યવસ્થા કરી અને ઉદયપુર જવા માટે અમદાવાદ આવ્યો હતો. રસ્તામાં તેની પાસે પૈસા ઓછા હોવાથી તે ચાલતો ચાલતો જઈ રહ્યો હતો. થાકી ગયો હોવાથી તે રસ્તામાં સૂઈ ગયો હતો. ફરી તે શાહીબાગ કેવર કોમ્પ્લેક્સથી એસ.આર.પી હેડ પાટણ તરફ ઘોડા કેમ્પ બાજુ જઈ રહ્યો હતો. રસ્તામાં તેની પાસે બેગ જોઈને કેટલાક લોકોએ તેને રોક્યો હતો અને તેની પાસે કિંમતી વસ્તુ હશે એમ માનીને તે બેગ જુટાવવાનો પ્રયાસ કર્યો હતો. યુવકે તેનો પ્રતિકાર કર્યો એટલે તે લોકોને શંકા ગઈ કે તેની પાસે ખરેખર કોઈ કિંમતી વસ્તુ હશે અને તેને તીક્ષણ હથિયારના ઘા ઝીંકવા લાગ્યા હતા. યુવકનું મોત લૂંટના ઇરાદાએ કરવામાં આવ્યું છે. મૃતક પાસે માત્ર 100 રૂપિયા જ હતા. આ સમગ્ર મામલે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે આરોપીની ધરપકડ કરી છે અને સમગ્ર હત્યાનો ભેદ ઉકેલી નાખ્યો છે.

Next Story