અમદાવાદ : જમાલપુરની મુસ્લિમ બહેનોએ PM મોદીના પૂતળાને સોનાની રાખડી બાંધી રક્ષાબંધનની અનોખી ઉજવણી કરી

અમદાવાદ શહેરના જમાલપુર વિસ્તારમાં રહેતી મુસ્લિમ બહેનોએ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે ખાસ સોનાની રાખડી તૈયાર કરી છે

New Update
અમદાવાદ : જમાલપુરની મુસ્લિમ બહેનોએ PM મોદીના પૂતળાને સોનાની રાખડી બાંધી રક્ષાબંધનની અનોખી ઉજવણી કરી

અમદાવાદ શહેરના જમાલપુર વિસ્તારમાં રહેતી મુસ્લિમ બહેનોએ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે ખાસ સોનાની રાખડી તૈયાર કરી છે, ત્યારે PM મોદીના પૂતળાને આ રાખડી બાંધી તેમજ લોકોને મોઢું મીઠું કરાવી અનોખી રીતે રક્ષાબંધનના પર્વની ઉજવણી કરાય હતી.

દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી હતા, ત્યારે અમદાવાદ શહેરના જમાલપુર વિસ્તારની મુસ્લિમ બહેનો દર વર્ષે નરેન્દ્ર મોદીને ચાંદીની રાખડી બાંધી રક્ષાબંધનના પર્વની ઉજવણી કરતી હતી. તો, આ વર્ષે મુસ્લિમ બહેનોએ પોતાની બચતમાંથી સોનાની રાખડી તૈયાર કરી છે. પરંતુ નરેન્દ્ર મોદી હાલ દેશના વડાપ્રધાન છે, જેથી તેઓ દિલ્હી ખાતે હોવાથી આ બહેનો તેમને રાખડી બાંધી શકે તેમ નથી, ત્યારે મુસ્લિમ બહેનો દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પૂતળાને સોનાની રાખડી બાંધી લોકોને મોઢું મીઠું કરાવી રક્ષાબંધન પર્વની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી. આ સાથે જ હવે પછી વડાપ્રધાન મોદીને દિલ્હી જઈને રાખડી બાંધે તેવી પણ આશા આ બહેનોએ વ્યક્ત કરી છે.

Latest Stories