Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ : NCC કેડેટ્સ દ્વારા ગાંધી આશ્રમથી દાંડી સુધી યોજાય સાયકલ યાત્રા, રાજ્યપાલ રહ્યા ઉપસ્થિત...

નેશનલ કેડેટ કોર્પ-NCCના 75માં વર્ષની ઉજવણીના ભાગરૂપે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની ઉપસ્થિતિમાં અમદાવાદના ગાંધી આશ્રમથી દાંડી સુધીની સાયકલ રેલીને પ્રસ્થાન કરાવાયું હતું.

X

નેશનલ કેડેટ કોર્પ-NCCના 75માં વર્ષની ઉજવણીના ભાગરૂપે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની ઉપસ્થિતિમાં અમદાવાદના ગાંધી આશ્રમથી દાંડી સુધીની સાયકલ રેલીને પ્રસ્થાન કરાવાયું હતું.

અમદાવાદના સાબરમતી આશ્રમની પાવન ભૂમિથી આરંભાયેલી NCC કેડેટ્સની સાયકલ રેલી જ્યાં જ્યાંથી પસાર થશે તે પ્રદેશના યુવાનોમાં રાષ્ટ્રભક્તિ, સમર્પણ અને લોકસેવાનો ભાવ પ્રગટ કરશે. આત્મનિર્ભર ભારતના સંકલ્પને આગળ વધારવા માટે સ્વાવલંબન સંદેશો રાજ્યના ખૂણેખૂણા સુધી પહોંચાડવા માટે 7મી જાન્યુઆરીથી 14મી જાન્યુઆરી, 2023 દરમિયાન સાઇકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની ઉપસ્થિતિમાં અમદાવાદના ગાંધી આશ્રમથી દાંડી સુધીની સાયકલ રેલીને પ્રસ્થાન કરાવાયું હતું. જેમાં 25 યુવા NCC કેડેટ્સ 409 કિલોમીટરની મુસાફરી કરીને દાંડીમાં નમક સત્યાગ્રહ સંગ્રહાલય ખાતે સાયકલ રેલીનું સમાપન કરશે. જોકે, ત્યારબાદ આ સાઇકલ રેલી મોટરસાઇકલ રેલીમાં વિલય પામશે. દાંડીથી દિલ્હી સુધીની મોટરસાઇકલ રેલી દ્વારા ભારતની ‘સોલ્ટ ટુ સોફ્ટવેર’ યાત્રાનો ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેનું સમાપન 28મી જાન્યુઆરી, 2023ના રોજ દિલ્હી ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપસ્થિતીમાં યોજાશે.

Next Story