અમદાવાદ : બહેનની હત્યાનો બદલો લેવા ભત્રીજાએ કર્યું કાકી ઉપર ફાયરિંગ, ભત્રીજા સહિત 3 લોકોની ધરપકડ

અમદાવાદનાં જુહાપુરા વિસ્તારમાં બહેનની હત્યાનો બદલો લેવા ભત્રીજાએ કાકી પર ફાયરિંગ કરી હત્યા કરવાની કોશિશ કરી હતી.

New Update
અમદાવાદ : બહેનની હત્યાનો બદલો લેવા ભત્રીજાએ કર્યું કાકી ઉપર ફાયરિંગ, ભત્રીજા સહિત 3 લોકોની ધરપકડ

અમદાવાદનાં જુહાપુરા વિસ્તારમાં બહેનની હત્યાનો બદલો લેવા ભત્રીજાએ કાકી પર ફાયરિંગ કરી હત્યા કરવાની કોશિશ કરી હતી. જેમાં ભત્રીજા શોહિલ ખાન મલેક સહિત ત્રણ આરોપીઓને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે પિસ્ટલ અને જીવતા કારતુસ સાથે ઝડપી પડ્યા છે.

અમદાવાદમાં ગત 30 મેના રોજ જુહાપુરામાં મુનિરાબાનુ પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું. મુનિરાબાનુ જ્યારે એક લગ્ન પ્રસંગમાં જતા હતા ત્યારે એક્સેસ પર ત્રણ લોકો આવ્યા અને મુનિરાબાનુ પર ફાયરિંગ કરી ફરાર થઈ ગયા હતા. ત્યારે આ બાબતની ફરિયાદ વેજલપુર પોલીસ સ્ટેશનમાં કરવામાં આવી હતી. ક્રાઇમ બ્રાન્ચની ટીમ આરોપીઓની શોધખોળ કરી રહ્યા હતા. ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળી હતી કે જુહાપુરા ફાયરિંગ કેસના આરોપીઓ અમદાવાદ સરખેજ રેલવે સ્ટેશન પર ભેગા થયા છે ત્યારે ક્રાઇમ બ્રાન્ચે છટકું ગોઠવી ત્રણે આરોપીઓને ઝડપી પાડ્યા હતા. જેમાં અસ્ફાક મુલતાની, શોહિલ દીવાન અને શોહિલ મલેક આ ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા છે.

જેમાં શોહિલ મલેક મુનિરાબાનુ નો સગો ભત્રીજો થાય છે. 2017 માં શોહિલ મલેકની બહેનની ઘરમાંથી લાશ મળી હતી. જેમાં પહેલા એવું હતું કે તેને સુસાઇડ કર્યું છે પરંતુ પાછળથી ખબર પડી હતી કે તે હત્યા કરવામાં આવી છે. જે બાબતે શોહિલને માહિતી મળી હતી કે તેની બહેનની હત્યા પાછળ તેની કાકીએ કરાવ્યું છે. જે આશંકા આધારે શોહિલ તેની કાકીને મારવા પ્લાન બનાવ્યો હતો. 8 મહિના પહેલા શોહિલ હથિયાર લાવ્યો હતો અને વિરમગામથી શૂટર અને અને અન્ય એક માણસને બોલાવ્યો હતો. જેમાં અસ્ફાક શૂટર હતા તેને મુનિરાબાનુ પર ત્રણ રાઉન્ડ જેટલા ફાયરિંગ કર્યા હતા. હાલમાં આ તમામ આરોપીઓને પકડ્યા ત્યારે તેમની પાસેથી 1 પિસ્તોલ , 5 જીવતા કારતૂસ, 4 મોબાઈલ ફોન અને એક્સસ કબ્જે કર્યું છે અને વેજલપુર પોલીસને આરોપીઓને સોંપવામાં આવશે.

Blog By:- Rushi Dave

Latest Stories