અમદાવાદ: ટ્રાફિક પોલીસનો નવતર અભિગમ,વ્યાજખોરોથી બચાવવા અપાવશે બેન્ક લોન

પોલીસે પ્રજા વચ્ચે જઈ તેમના પ્રશ્નો સાંભળ્યા હતા. ખાસ કરી ફ્રૂટ માર્કેટ અને શાકભાજી વિક્રેતાઓ સાથે સંવાદ કર્યો હતો.

અમદાવાદ: ટ્રાફિક પોલીસનો નવતર અભિગમ,વ્યાજખોરોથી બચાવવા અપાવશે બેન્ક લોન
New Update

અમદાવાદ શહેર પોલીસ દ્વારા વ્યાજખોરો સામે ઝંબેશ ઉપાડવામાં આવી છે ત્યારે શહેરના નરોડા પાટિયા હદ વિસ્તારમાં પોલીસ દ્વારા લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પોલીસે પ્રજા વચ્ચે જઈ તેમના પ્રશ્નો સાંભળ્યા હતા. ખાસ કરી ફ્રૂટ માર્કેટ અને શાકભાજી વિક્રેતાઓ સાથે સંવાદ કર્યો હતો.

રાજ્યભરમાં વ્યાજખોરો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધી રહી છે ત્યારે ખાસ નાના વેપારીઓ પોતાના ધંધા રોજગાર માટે વ્યાજે નાણાં લઈને શરૂઆત કરતા હોવાની અનેક ઘટનાઓ સામે આવતી હોય છે. તેમાં નાના વેપારીઓ વ્યાજના ચક્કરમાં ફસાઈ જાય છે. ઉલ્લેખનીય છે કે, વ્યાજખોરો દ્વારા પઠાણી ઉઘરાણી કરવામાં આવતી હોય છે, જેને લઈ વેપારીઓને પોતાનો ધંધો રોજગાર બંધ કરી દેવાની નોબત આવતી હોય છે.

આવા કિસ્સા ના બને તે માટે અમદાવાદ પોલીસ કમિશનરના આદેશ અનુસાર તેમજ એસીપી અને પી.આઈ સહિતના પોલીસ સ્ટાફની વચ્ચે લોકોએ પોતાના પ્રશ્નો રજુ કર્યા હતા. જેમાં વ્યાજખોરો સામે કાર્યવાહી કરવામાં માટે પણ કહેવામાં આવ્યું હતું.પોલીસનું પણ કહવું છે કે નાના માણસો વ્યાજના ખપ્પરમાં હોમાઈ નહીં તે અમારી પ્રાથમિકતા છે તો બીજીબાજુ પીએમવાય યોજના હેઠળ એએમસી સાથે સંકલન કરી 10 હજાર સુધીની લોન મળે તે માટે પણ પોલીસ મદદરૂપ બની રહી છે 

#Connect Gujarat #Ahmedabad #traffic police #amdavad police #બેન્ક લોન #Bank Loan #વ્યાજખોરો #Mumbai-Ahmedabad highway #ટ્રાફિક પોલીસ #નવતર અભિગમ #save usurers
Here are a few more articles:
Read the Next Article