કોંગ્રેસની વિદ્યાર્થી પાંખ એનએસયુઆઇના પ્રમુખ મહિપાલ ગઢવીએ નવી શિક્ષણનિતિ બાબતે સરકાર પર પ્રહારો કર્યા છે. તેમણે જણાવ્યું હતું કે, આ જ સમય ગાળો આ શિક્ષણનીતિ માટે કેમ પસંદ કરાયો અનેક શંકાઓ ઉપજાવે છે. સરકારની નવી નિતિ છાત્રોનુંનેતૃત્વ ખતમ કરવાનો સરકારનો કારસો હોવાનું તેમણે ઉમેર્યું છે. કેન્દ્ર સરકારે શિક્ષણનીતિ માટે કોઈ સાથે ચર્ચા કર્યા વગર લાગુ કરી દેવામાં આવી છે. આજે દેશમાં તથા રાજયમાં શિક્ષણ બચાવવાની જરૂરીયાત ઉભી થઇ છે. વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, સરકારી સંસ્થાઓમાં ખાનગીકરણ ચિંતાનો વિષય છે. રાજયની વાત કરવામાં આવે તો રાજયમાં લેવાતી અનેક પરીક્ષાઓમાં ગોટાળાઓ અને છબરડાઓ બહાર આવ્યાં છે. સરકાર નવી શિક્ષણ નિતિ બાબતે ફેર વિચારણા કરે તેવી પણ માંગ મહિપાલસિંહ ગઢવીએ કરી છે.
અમદાવાદ : નવી શિક્ષણનિતિ વિદ્યાર્થીઓનું નેતૃત્વ નાબુદ કરશે : NSUI પ્રમુખ મહિપાલ ગઢવી
કોંગ્રેસની વિદ્યાર્થી પાંખ એનએસયુઆઇના પ્રમુખ મહિપાલ ગઢવીએ નવી શિક્ષણનિતિ બાબતે સરકાર પર પ્રહારો કર્યા છે
New Update