New Update
/connect-gujarat/media/post_banners/025826c7742622a193861fd9728fab05d2ad098a9c20c1e342813667bf0558f3.jpg)
અમદાવાદ એ.એમ.સી.ના સામન્ય બજેટમાં અમદાવાદમાં ત્રણ બ્રિજ બનાવવામાં બજેટ પાસ કરવામાં આવ્યું છે જેમાં સતાધાર, વાડજ અને નરોડા નવા ત્રણ બ્રિજ બનાવવામાં આવશે.
અમદાવાદમાં વધતી જતી ટ્રાફિકની સમસ્યાને નિવારવા માટે વર્ષ 2023-24ના સામાન્ય બજેટમાં કોર્પોરેશન દ્વારા ત્રણ જગ્યાએ બ્રિજ બનાવવાનું નક્કી કરવામાં આવ્યું છે. જેમાં સતાધાર, વાડજ, અને નરોડામાં આ બ્રિજ બનાવવામાં આવશે.આગામી 15 દિવસમાં આ ત્રણેય બ્રિજના કાર્યનું ખાતમુર્હુત કરવામાં આવશે. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેશ બારોટ દ્વારા આ જાહેરાત કરવામાં આવી છે.