/connect-gujarat/media/post_banners/e0b3cbcc77c304516f2e749b23c8274081fede4b6fb2cacc580255f3b3d5cd98.jpg)
અમદાવાદનાં બોપલ ડ્રગ્સ કેસ મામલે નવો ખુલાસો થયો છે. આ કેસમાં પોલીસે વધુ એક આરોપીની આકાયત કરી છે.
બોપલ ડ્રગ્સ કેસ મામલે પોલીસે વધુ એક આરોપીનું નામ સામે આવ્યું છે. જેમાં નીલ વિષ્ણુ પટેલનું નામ ખુલ્યું છે. જેમાં ત્રીજા આરોપીઓ કોર્ટમાં આગોતરા જામીન માંગ્યા છે. પરંતુ નામદાર કોર્ટે જામીન અરજી ફગાવી હતી. નીલ પટેલ દર અઠવાડીયે 5 લાખ રૂપિયાનો ડ્રગ્સનો જથ્થો વંદિત પાસેથી લઈ જતો હતો. બાદમાં નીલ આ ડ્રગ્સ ગુજરાત તેમજ આસપાસના રાજ્યોમાં વેચતો હતો. આ સાથે તે વંદિતના શિવાય પણ વિદેશથી ડ્રગ્સના પાર્સલ મંગાવતો પણ હતો. જેની ચૂકવણી હવાલા તેમજ ક્રિપ્ટોકરન્સીના માધ્યમથી કરતો હતો. પોલીસની તપાસમાં સામે આવ્યું છે કે, આરોપીઓ વંદિત પટેલ, વિપલ ગોસ્વામી અને નીલ પટેલ સતત સંપર્કમાં રહેતા હતા. મહત્વનુ છે કે આ કેસમાં જે 100 જેટલા નબીરાઓ ડ્રગ્સ ખરીદતા હતા તે તમામને પોલીસ પૂછપરછ માટે બોલાવી રહી છે.